દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સબંધિત જાહેરનામુ માત્ર કાગળો પર હોઈ તેવા દ્રશ્યો ઠેર ઠેર દેખાઈ રહ્યા છે, સરકાર દ્વારા કોરોના સામેની લડાઈના મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે મોટા ગજાની કંપનીઓ નિયમોનો કેવો ઉલાળીયા કરે છે આ દ્રશ્યોમાં જોવા જેવા છે વાત છે દ્વારકા તાલુકાના કૂરંગા સ્થિત આવેલ RSPL ઘડી કંપનીની, જયા ગેટ પાસે લાંબી કતારોમાં મજૂરોને ઉભા રાખવામાં આવ્યા છે.
સામાજિક અંતરના ધજાગરા ઉડાવતી આ ઘટના ચોક્કસ મોટા અધિકારીઓએ અને સરકારે જોવા જેવી છે કેવી રીતે મળેલ છૂટછાટોમાં આવી કંપનીઓ નિયમોનું સરેઆમ ભંગ કરી મોટી આફતોને જાણે આમંત્રણ આપતી હોય તેવું લાગી રહ્યું છે.
એક તરફ કોરોનાના કેસો દ્વારકા જિલ્લામાં સતત વધી રહ્યા છે ત્યારે લાંબી કતારોમાં દેખાઈ રહેલા આ દ્રશ્યો સામાન્ય વર્ગના લોકોમાં સવાલો ઉભા કરી રહ્યા છે. કંપનીમાં હજારો લોકો જ્યારે કામ કરી રહ્યા હોય ત્યારે સંક્રમણ વધવાની શક્યતા વધુ રહેલી હોય છે ત્યારે અહીં સામાજિક અંતરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ એ અહીં નથી દેખાઈ રહ્યું. લાંબી કતારો ખૂબ ભયજનક ખતરો છે એ એક ચૂક અનેક લોકો માટે ભારે પડી શકે છે ત્યારે તંત્ર આ મામલે કંપની સામે કેવા પગલા લે છે તે જોવાનું રહ્યું, આમ તો આવી દિગ્ગજ કંપનીઓ સામે અધિકારીઓ હંમેશા કુણુ વલણ દાખવતા હોઈ છે ત્યારે કોરોના સંક્રમણ વચ્ચે કલેક્ટરશ્રી અને સરકારશ્રીના વખતો વખતના જાહેરનામાનો-આમ કેમ ઉલાળિયો કરવામાં આવે છે ? કોરોના સબંધિત માર્ગદર્શિકાનો આવો ઉલાળીયો જો સામાન્ય નાગરિક કરતા ઝડપાય તો મોટા દંડ કે ફોજદારી રાહે ફરિયાદ ઠોકી દેવામાં આવે છે. ત્યારે આવી કંપનીઓ સામેં પગલા ભરવામાં તંત્ર કેમ પારોઠના પગલા ભરે છે તે સમજાતું નથી.