મોરારીબાપુ વિવાદનો અંત…શરૂઆતથી અંત સુધીનો માહોલ

0
1272

જામનગર : ‘આ માણસ સમગ્ર દુનિયામાં ધર્મની સ્થાપના થાય તે માટે તૂટી ગયા, પરંતુ દ્વારિકામાં ધર્મની સ્થાપના કરવામાં નિષ્ફળ ગયા…..સંપૂર્ણપણે ફેલ ગયા….

તેમના દીકરા, દીકરાના દીકરા, તેમની જનતા દ્વારકાના રાજમાર્ગો ઉપર શરાબ પીતી….અમુક વાતો તો હું તમને ન કહું એજ સારું છે….પરંતુ જે છે, તે છે…..’

‘છેડતી થતી, ન દિવસ જોતા કે ન રાત.

જો પીવા ઉપર નિયંત્રણ લાદવામાં આવતું, તો તેઓ ચોરી કરતા પણ ખચકાતા ન હતા. અધર્મનાં લક્ષણ હતાં, તે સ્પષ્ટ દેખાતાં હતાં.

એમનો મોટોભાઈ બલરામ, દાઉ…ચોવીસ કલાક શરાબ પીતા હતા.

બરાબર ત્રણ વર્ષ પૂર્વેની અન્ય રાજ્યમાં થયેલ મોરારીબાપુની કથાનો બાપુના મોઢેથી નીકળેલ કૃષ્ણ અને બલરામ તથા વંશ અંગેની ઉપરોક્ત ટીપ્પણીઓ કરતો વિડીઓ વાયરલ થયો, આ વિડીઓ ત્યારે વાયરલ થયો જયારે કોરોનાકાળના કારણે જાહેર કથાની જગ્યાએ મોરારીબાપુએ પ્રથમ વખત ‘ઓનલાઈન લાઈવ’ કથાની શરૂઆત કરી,

કૃષ્ણ અખિલ વિશ્વના હિંદુ સમાજમાં પ્રીતિ અને આસ્થાની પ્રથમ પંક્તિના ભગવાન છે સાથે સાથે અબાલ વૃદ્ધ સૌ કોઈમાં પૂજનીય છે ત્યારે સ્વભીવિક છે વિરોધ વૈશ્વિક થવાનો જ, પરંતુ વિરોધની શરૂઆત થઇ કૃષ્ણની કર્મભૂમિ દ્વારિકાથી અહીંના કાન્હા વિચાર મંચના યુવાનોએ તાત્કાલિક એક પત્ર લખી મોરારીબાપુને માફી માંગવાની માંગણી કરી, ત્યારબાદ આ વિવાદ વિવિધ માધ્યમો થકી સર્વ વ્યાપી બની જતા દેશભરમાં વિવાદ વધુ ને વધુ પ્રબળ બન્યો હતો, જેને લઈને મોરારી બાપુએ પણ વિવાદનો તુરંત નિકાલ આવે તે માટે પોતાની ઓનલાઈન કથાના વ્યાસપીઠેથી માફી માંગી બોલ્યા….

“અમુક પ્રમાણ છે, તો પણ મારે કોઈ શાસ્ત્રાર્થ નથી કરવો”

સાથે જ ઉમેર્યું કે ‘કોઈનું દિલ દુભાય તેવું કરતાં પહેલાં તેઓ સમાધિ લેવાનું પસંદ કરશે. ભગવાન કૃષ્ણ અંગેના કોઈ નિવેદનથી લાગણી દુભાઈ હોય તો હું ક્ષમાપ્રાર્થી છું.’

‘જો ખાલી આટલી વાત હોય તો વિવાદ અહીં સમી જવો જોઈએ, પરંતુ એ સિવાય જો કોઈ કારણ હોય તો મારે કંઈ નથી કહેવું.’મોરારીબાપુના આ માફીનામાએ બળતામાં ઘી હોમ્યું હોય તેમ વિવાદ વધુ વકર્યો, કાન્હા વિચાર મંચે પોતાનું સ્ટેન્ડ ક્લીયર કરી અમારી વ્યક્તિગત માફીનો સવાલ જ નથી માફી તો દ્વારિકા પહોચી દ્વારીકાધીસની માંગવી પડશે એમ મંચે સ્પષ્ટ કરતા વિવાદ સપાટી પર આવ્યો, બીજી તરફ આહીર સમાજ પણ આ વિવાદમાં વચ્ચે આવી મધ્યસ્થી કરાવવાના પ્રયાસો કરવામાં લાગી ગયો, દરમિયાન રાજ્ય ઉપરાંત અન્ય રાજ્યના યાદવ સમાજથી પણ ઠેર ઠેર વિરોધ થતા આ મુદ્દો રાષ્ટ્ર વ્યાપી બની ગયો, જેને લઈને મોરારીબાપુએ બીજા જ દિવસે વધુ એક વખત માફી માંગી, સમાધિ લેવાની વાત કરી હતી. જેને લઈને મોરારીબાપુના ચાહકો તેની છત્ર બની સામે આવ્યા, પીઢ પત્રકારો, માયાભાઈ આહીર અને કીર્તીદાન ગઢવી સહિતનાઓએ મોરારીબાપુની ઢાલ બનાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ વિવાદ વધુ પ્રબળ બનતા રાજયભરના આહીર સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવી માફીનામાની માંગણી કરવામાં આવી હતી. બીજી તરફ બાપુએ દ્વારકા આવવા બાબતે કોઈ સ્પષ્ટા નહી કરતા આહીર આગેવાનોએ મધ્યસ્થી કરવાના પ્રયાસ કર્યા, જુનાગઢથી આહીર સમાજે સમાધાન થઇ ગયાનું જાહેર કરતા કાન્હા વિચાર મંચ સહીત આહીર યુવાનો અને અન્ય જીલ્લાના સમાજમાં ઘેરા પડઘા પડ્યા, બીજી તરફ કાન્હા વિચાર મંચે બે દિવસનો સમય આપી બાપુને દ્વારકા આવી જવા છેલ્લી ચીમકી આપી હતી. જેને લઈને જામનગર ખાતે આહીર અગ્રણીઓ અને કાન્હા વિચાર મંચની એક મીટીંગ મળી હતી, કલાકો સુધીની મીટીંગ બાદ મંચે યુવાનોની માંગણીને પૂર્ણ કરવા અને બાપુને વહેલી તકે દ્વારિકા લઇ આવવાની ખાતરી આપી એટલે વિવાદનો અંત આવ્યો, પરંતુ સમય અંગે રહેલ અવઢળને લઈને આહીર સમાજમાં બે ભાગમાં વેચાઈ જતો નજરે પડ્યો હતો. એક ભાગ બાપુને નજીકમાંજ દ્વારકા લઇ આવવા મક્કમ તો બીજી તરફ મંચ અને અન્ય યુવાનોએ વડીલોની વાતને સમર્થ આપી વિવાદને થાળે પાડ્યો હતો. પરંતુ સોસીયલ મીડિયામાં આહીર સમાજ વચ્ચેનો વિખવાદ સપાટી પર આવતા મોરારીબાપુ વહેલી તકે દ્વારકા આવે એ જરૂરી બન્યું હતું. દરમિયાન આહીર આગેવાનોએ સમગ્ર આ બાબતે બાપુને વાકેફ કરતા મોરારી બાપુએ દ્વારકા જવાનું નક્કી કર્યું હતું. ગુરુવારે સાંજે બાપુ દ્વારકા ખાતે શારદા મઠમાં આવી આ પ્રકરણને પૂર્ણ કરશે એમ સતાવાર જાહેર કરાયું હતું, જે મુજબ આજે બાપુ દ્વારિકા આવી ગયા હતા અને વિવાદિત પ્રકરણનો અંત આણ્યો હતો. મોરારીબાપુએ પત્રકારોની હાજરીમાં જ સમગ્ર પ્રકરણનો અંત લાવ્યા છે. વાતચીત પૂર્ણ થઇ ત્યા જ ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા ઘસી આવ્યા હતા અને રંગમાં ભંગ પડ્યો હતો. જોકે ત્યારબાદ મોરારીબાપુ મંદિર પરિશરથી નીકળી ગયા હતા.

NO COMMENTS