બોકસાઈડ રેઇડ : પીએસઆઇ ઓડેદરાની બદલી, અન્ય જવાબદારો બચી જશે ?

0
1080

દ્વારકા : રવિવારે આરઆર સેલ પોલીસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં રેડ મારી બોકસાઈડ ચોરી ઉપરાંત ખનીજ ચોરોને પણ પકડી પાડ્યા હતા. ખાણ ખનીજ વિભાગે પણ હોશિયારી બતાવી ખનીજ માફિયાઓને 14 કરોડનો તોતિંગ દંડ ફટકારી દીધો હતો. રહી વાત સ્થાનિક પોલીસની, તો સ્થાનિક પોલીસની પોલીસ બેડામાં તો ઠીક પણ મીડિયા અને સમગ્ર પંથકમાં થુ-થુ થઈ જતા ક્ષોભ જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. આવી સ્થિતિમાં કરવું તો શું કરવું ? એવો નિર્ણય લેવામાં જિલ્લા પોલીસ વડાને એક દિવસ લાગ્યો, અંતે સમગ્ર પોલીસની ફજેતી રોકવા માટે જિલ્લા પોલીસ વડાએ આજે ડિપાર્ટમેંટ માટે આકરો પણ આમ પ્રજામાં ક્ષુલ્લક લાગતો નિર્ણય લીધો છે. આ પ્રકરણમાં જેની સીધી જવાબદારી છે, જેના કાર્યક્ષેત્રનો દરોડાનો વિસ્તાર છે તે કલ્યાણપુર પોલીસ દફ્તરના સિનિયર પીએસઆઈ પર ગાઝ વરસી હતી. આજે જિલ્લા પોલીસ વડાએ કલ્યાણપુર પીએસઆઇ ઝેડ એસ ઓડેદરાને લિવ રિઝર્વમાં તબદીલ કરી દીધા છે. એટલે કે સીધુ ગણિત એ છે કે આજ થી જ પીએસઆઇ ઓડેદરાને કલ્યાણપુર પીએસઆઈ પદેથી હટાવી લેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ મનગમતા મીઠા સિનિયર પીઆઈને બેસાડવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે આ બદલી પૂર્વે મોરારીબાપુ વિવાદના દિવસે પણ ત્રણ પીઆઈની બદલીઓ કરવામાં આવી હતી. એટલે કહી શકાય કે દ્વારકા પોલીસ પણ કંઈક કરે જ છે, પછી એ ભલેને બદલીઓ હોય !!!

NO COMMENTS