હાલારના દરિયા કિનારેથી આ તારીખે વાવાજોડાની આગાહી

0
680

જામનગર : દર વર્ષે મોન્સુન સીજનમાં જ અરબી સમુદ્રમાંથી ચક્રવાત ઉદભવે છે. ગત વર્ષ મહા અને વાયુનો સંકટ તોળાયો હતો જોકે સદનશીબે એ સંકટ ગુજરાત પરથી ટળ્યો હતો. આ વર્ષે પણ ચોમાસાની પગદંડી વચ્ચે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયુ છે. ધીરે ધીરે ચક્રવાતમાં તબદીલ થતું આ ચકવાત ગુજરાતના સાગર કિનારા તરફ આગળ વધુ રહ્યું છે. હાલ અરબી સમુદ્રમાં માત્ર થોડું જ લો પ્રેશર સર્જાયું છે જે ધીરે ધીરે મહા ચક્રવાતમાં તબદીલ થશે તેમ હવામાન વિભાગે આગાહી કરી છે.. હવામાન વિભાગની સચોટ આગાહી કરતી વેબ સાઈટનું જો માનવામાં આવે તો આગામી તારીખ ચાર અને પાંચમીના રોજ આ વાવાજોડું દ્વારકા જીલ્લાના નાવદ્રાથી માંડી ઓખા વચ્ચેના ભાગથી અંદર પ્રવેશ કરશે. જેની ઝડપ પ્રતિ કલાક ૧૦૦ કિમી ઉપરાંતની બતાવવામાં આવી રહી છે. બંગાળની ખાડીમાંથી તાજેતરમાં અમ્ફાન નામના વાવાઝોડાએ ઓરિસ્સા અને પ.બંગાળમાં વ્યાપક તારાજી સર્જી હતી. ત્યારે હાલ હાલારના દરિયા કિનારા પર મંડરાઈ રહેલ  ખતરાને લઈને વહીવટી પ્રસાસન આફત પૂર્વેની તકેદારીમાં લાગ્યું છે.

NO COMMENTS