રાજકીય પક્ષોની દોડધામ, કોરોના સંકટ વચ્ચે ૬ મનપામાં માત્ર 29% મતદાન, જામનગરને ન નડ્યો વાયરસ

0
479

ગુજરાતની ૬ મનપાઓની ચુંટણીઓનું આજે સવારથી જ મતદાન થઇ રહ્યું છે. રાજકીય પક્ષો ભલે ગમે તેટલા પ્રયાસો કરી લે પરંતુ બાજી લોકોના હાથમાં હોય છે. આવું જ વાતાવરણ આ વર્ષે બન્યુ છે. કારણકે જામનગર સહીત ગુજરાતનની ૬ મનપાઓનું સરેરાશ મતદાન માત્ર 29% થયું છે. કોરોના સંકટ વચ્ચે લોકો મતદાનમાં રસ ન લઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

ગુજરાતની ૬ મનપાઓ પર આજે સવારના ૭ વાગ્યાથી મતદાન ચાલુ છે. પરંતું રાજ્યમાં માત્ર  29% જ થયુ છે. જામનગરમાં ૩૫.૮૦%થયું છે. ભાવનગરમાં ૩૨.૭%, વડોદરામાં ૨૭.૪૧% મતદાન, સુરતમાં ૨૯.૨૯મતદાન, રાજકોટમાં ૨૭.૯% મતદાન જયારે અમદાવાદમાં માત્ર ૨૧.૯૭% મતદાન થયું છે. જે છ મનપા પૈકી સૌથી ઓછુ છે.સાથે જ તમામ મતદાન કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. જો કે કોરોનાને કારણે ધીમું મતદાન થઈ રહ્યું છે.

રાજકીય પક્ષો મતદાન વધારવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ઉપરાંત લોકો માટે વાહનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પરંતુ જો મતદાન આ જ ગતિએ આગળ વધશે તો સરેરાશ મતદાન 50 ટકાએ પણ માંડ પહોંચશે. એક તરફ વડીલો અને વિકલાંગો પણ મતદાન કરવા આવી રહ્યા છે તો બીજી તરફ સામાન્ય લોકોમાં ચુંટણીને લઇને રસ જોવા ન મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તો ક્યાંક ઈવીએમ બંધ થઇ જવાને લીધે પણ લોકો પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here