૩૫ લાખના તોડ પ્રકરણમાં PSI સ્વેતા જાડેજાનું આવું છે જામજોધપુર કનેક્શન

0
1854

જામનગર : અમદાવાદમાં પશ્ચિમ મહિલા પોલીસ દફતરમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ સામે ક્રાઈમ બ્રાંચમાં નોંધાયેલ તોડ પ્રકરણનો રેલો છેક જામનગરના જામજોધપુર સુધી પહોચ્યો છે. અમદાવાદની કંપનીના એમડી પાસેથી મેળવેલ ૨૦ લાખની રકમ જામજોધપુરમાં આંગડીયા મારફત મોકલવામાં આવી છે. આજે કેશોદ ગયેલ ક્રાઈમ બ્રાંચની ટીમ જામજોધપુર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

અમદાવાદમાં પશ્ચિમ મહિલા પોલીસ દફતરમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ સ્વેતા જાડેજા સામે ત્રણ દિવસ પૂર્વે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા મોટી રકમનો તોડ કર્યાનો ગુનો નોંધાયો છે. જેને લઈને ક્રાઈમ બ્રાંચની ટીમે પીએસઆઈ જાડેજાની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા છે.

અમદાવાદની જીપીએન ક્રોપ સાયન્સ પ્રા.લિ.નામની કંપનીના મેનેજિંગ ડિરેક્ટર કેનાલ શાહ સામે વર્ષ ૨૦૧૭માં તેઓની અંગત મદદનીસે બળાત્કારની ફરિયાદ નોંધાવાઈ હતી. આ પ્રકરણની તપાસ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્વેતા જાડેજાને સોપવામાં આવી હતી. જેને લઈને તપાસના કામે મહિલા પીએસઆઈએ જે તે સમયે આરોપી કેનાલ પાસેથી રૂપિયા ૨૦ લાખનો તોડ કર્યો હતો. તેણીએ આ રકમ જામનગર જીલ્લાના જામજોધપુરમાં આંગણીયા વાટે ટ્રાન્સફર કરાવી હતી.

દરમિયાન આ જ કેસના સાક્ષીને ધમકી આપવાના કેસમાં ફરી વખત કેનાલને સીસામાં ઉતાર્યો હતો અને પાસાની ધમકી આપી વધુ ૧૫ લાખનો તોડ કરી આ રકમ પણ જામજોધપુર મોકલાવી હતી. પરંતુ સ્વેતા જાડેજા વધુ પાંચ લાખની માંગણી કરી હતી, જેને લઈને કેનાલે ક્રાઈમ બ્રાંચમાં અરજી કરી હતી. ત્યારે આ સમગ્ર પ્રકરણ સામે આવ્યું હતું.

બીજી તરફ આગામી જે રૂપિયા જામજોધપુર આંગણીયા પેઢીમાં આવ્યા છે તે પેઢી અને જેતે દિવસના સીસીટીવી અને જે તે સખ્સની ભાળ મેળવવા ક્રાઈમ બ્રાંચ સાંજ સુધીમાં જામજોધપુર આવી પહોચશે, આજે સવારે અમદાવાદની ટીમ સ્વેતાને સાથે રાખી તેના વતન કેશોદ પહોચી હતી પરંતુ કેશોદના ઘરે અલીગઢી તાળા જોવા મળ્યા હતા. જેને લઈને ક્રાઈમ બ્રાચની ટીમ જામજોધપુર તરફ રવાના થઇ હોવાનું જાણવા મળ્યું છે. જામજોધપુરમાં જે આંગણીયા પેઢીમાં નાણા આવ્યા હતા તે આંગણિયા પેઢીના જે તે દિવસના સીસી ટીવી ફૂટેજ પણ મેળવી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જયુભાનામના સખ્સ બે વખત આવેલ રૂપિયા ૩૫ લાખ લઇ ગયો હોવાનું સામે આવતા પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે. પોતાના અંગત સગાને સ્વેતાએ નાણા પહોચતા કર્યા હોવાની વીગતો સામે આવી છે. જો કે જામજોધપુરના જયુભાની ઓળખ હજુ થવા પામી નથી, ત્યારે સીસીટીવીમાં દેખાતો જયુભા કોણ છે તેનો તાગ આજકાલમાં જ મળી જવાનો પણ પોલીસે આશાવાદ સેવ્યો છે.આજે ક્રાઈમ બ્રાંચની ટીમ જામજોધપુર આવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત  કરવામાં આવી છે.

NO COMMENTS