કરવી જ હોય તો શરતી ભરતી કરો, જીઆર નહી નડે: ઉમેદવારો

0
707

જામનગર : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સહિતના જુદા જૂદા ભરતી બોર્ડ દ્વારા  એકાદ વર્ષમાં જુદા જુદા પદની પરીક્ષાઓ લેવામાં આવી છે. પરંતુ મોટાભાગની ભરતી પ્રક્રિયા કોઈ ને કોઈ  કારણસર રોકી દેવામાં આવી છે. ગઈ કાલથી થી જીઆરના નામે બેરોજગારો દ્વારા હેસટેગ ટ્રેન્ડ કરવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા જે ભરતી પ્રક્રિયા રોકી દેવામાં આવી છે. તેને જીઆરનું ગ્રહણ લાગ્યું હોવાના બોર્ડ દ્વારા જવાબો આપવામાં આવે છે. તંત્રના જવાબોથી ત્રસ્ત આવી ગયેલ ઉમેદવારોએ આજે રાજ્યભરમાં જીલ્લા પ્રસાસનને રજુઆતો કરી છે. જામનગરમાં પરીક્ષા આપી દેનાર ઉમેદવારો કંટાળી ગયા છે. અટવાયેલ ભરતી પ્રક્રિયાને લઈને ઉમેદવારોએ જીઆરની સમસ્યા ત્વરિત ઉકેલી લઇ ખોરંભે પડેલ પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગણી કરી છે. આઈટીઆઈ સુપર વાઈઝરની ભરતી પ્રક્રિયા પણ આ જીઆરની સમસ્યાને કારણે રોકી દેવામાં આવી છે. બીજી તરફ પોલીસ સહિતના ભરતી બોર્ડને આ જીઆર નડતો નથી તો ઈન્સ્તરકતરની ભરતીને કેમ નડે છે, અન્ય બોર્ડની જેમ શરતી પરિણામ આપે છે એમ આઈટીઆઈ સુપર વાઈજરની ભરતીમાં કેમ ન આપી સકાય એમ આ જ ભરતીના જામનગરના ઉમેદવાર નિરાલી મોલીયાએ જણાવી એક મહિલાની અરજ સરકારે સંભાળવી જોઈએ એમ કહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here