હાડ થીજવતી ઠંડી માટે થઇ જાવ તૈયાર, સૌરાષ્ટ્રમાંથી ચોમાસાની વિદાય

0
863

જામનગર : આ વખતે પ્રમાણમાં ચોમાસુ સારું રહ્યું , અમુક જગ્યા એ અતિવૃષ્ટિનું રૌદ્ર રૂપ જોવા મળ્યું, પરંતુ ખરીફ પાક પર મોટી આફત ટળી જતા સતત બીજા વર્ષે સૂકી ખેતીમાં ઓન સિંચાઇની સુવિધાઓ વચ્ચે જાયદ અને રવિ પાકની આશા બંધાઈ છે. બીજી તરફ આજે હવામાન વિભાગે સતાવાર જાહેર કરી ચોમાસાની વિદાયની પુષ્ટિ કરી છે. જોકે દક્ષિણ ગુજરાતમાં ઝાપતાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. પણ ઓલ ઓવર નાગરિકો હવે કડકડતી ઠંડી માટે તૈયાર થઈ જાય એવા પણ હવામાન વિભાગે નિર્દેશ આપ્યા છે.

જામનગર સહિત રાજ્યભરમાં સતત બીજા વર્ષે એકંદરે ચોમાસુ સારું રહ્યું છે. આમેય સૂકા દુષ્કાળ કરતા લીલા દુષ્કાળ અન્ય બે સત્ર માટે લાભ કારક થાય છે. ત્યારે હવે શિયાળુ પાકનું ચિત્ર પણ ઉજળું બન્યું છે. આવા સમયે હવામાન વિભાગે ચોમાસાની વિદાય થઈ હોવાની આજે સતાવાર જાહેરાત કરી છે. હવામાન વિભાગના કહેવા મુજબ સાતવાર રીતે આગામી 15 નવેમ્બરથી શિયાળાની  શરૂઆત થશે.હવામાન વિભાગે ઉમેર્યું છે કે આ વર્ષે શિયાળો સારો રહેશે. બીજી તરફ ચોમાસુ વિદાય લેતા લેતા સામાન્ય વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ સહીત એકાદ વિસ્તાર માં  સામાન્ય વરસાદી ઝાપટા પડવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર ,ઉત્તર અને મધ્ય ગુજરાતમાંથી ચોમાસાએ લીધી વિદાય લીધી હોવાનું જણાવી હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તર તરફના પવન ફૂંકાતા મહત્તમ તાપમાન વધી રહ્યું છે.લઘુતમ તાપમાન ઘટી રહ્યો છે. જેના કારણે વહેલી સવારે ઠંડી અને દિવસે ગરમીનો અહેસાસ થઇ રહ્યોં છે. અંદમાનના દરિયામાં લો પ્રેશર સક્રિય થયું છે. જો કે લો પ્રેશરની ગુજરાત ને અસર નહિ થાય. ડિસેમ્બર-જાન્યુઆરી અને ફેબ્રુઆરીના મધ્યભાગ સુધી કડકળતી ઠંડીનો અનુભવ થશે એમ પણ આસાર વ્યક્ત કરવામાં આવ્યા છે.

NO COMMENTS