ગૌરવ : પીએમનો સરતાજ બની જામનગરી પાઘડી, વડાપ્રધાને કેમ પહેરી હાલારી પાઘડી?

0
1287

જામનગર : દેશના પ્રજાસતાક પર્વની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. રાજધાની દિલ્લીથી માંડી અંતરિયાળ ગામડા સુધી ત્રિરંગો લહેરાવવામાં આવ્યો છે અને દેશભરમાં દેશભક્તિના વાતાવરણમાં ઉમેરો થયો છે. ત્યારે દિલ્લીના લાલકિલા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવી એ પણ જામનગરી ‘હાલારી’ પાઘડી સાથે, વડાપ્રધાને જામ રાજવીઓના સરતાજ સમી પાઘડી પહેરી આનબાન સાનથી રાષ્ટ્ર ધ્વજ લહેરાવતા વધુ એક વખત જામનગરની રાષ્ટ્રીયસ્તરે નોંધ લેવાઈ છે.  

જામનગર વધુ એક વખત દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કારણ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાસતાક પર્વની ઉજવણીમાં પહેરેલ રજવાડી પાઘડી, જામનગરના જામ રાજાઓની શૈલીની આ પાઘડી પહેરી પીએમ જયારે લાલકિલ્લા પર પહોચ્યા ત્યારે સમગ્ર દેશવાસીઓનું ધ્યાન પાઘડીએ આકર્ષી લીધું હતું. જામ રાજાઓની ઓળખ સમી સરતાજ હાલારી પાઘડી પીએમને ભેટ કરવામાં આવી હતી. તાજેતરમાં  વડાપ્રધાન સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ તરીકે આરૂઢ થયા છે. સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારમાં જામ રાજવીઓએ અનોખું યોગદાન આપ્યુ હતું.

સોમનાથ સાથેના ભવ્ય ભૂતકાળ તેમજ વડાપ્રધાનની અધ્યક્ષ તરીકેની વરણીને લઈને જામનગર અને જામ રાજાઓ સાથેનો નાતો વધુ એક વખત ચર્ચામાં આવ્યો છે. આ નાતાને લઈને વધાપ્રધાને પાઘડી પહેરી રાજવીઓના સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારમાં આપેલ યોગદાનને યાદગાર બનાવ્યો હોવાનું જાણકારોએ જણાવ્યું છે. વડાપ્રધાને બાંધણીમાંથી બનેલ હાલારી પાઘડી પહેરી ત્રિરંગો લહેરાવતા જામનગર અને જામનગરના રજવાડા આજે દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here