જામનગર એલસીબી પોલીસે મહારાષ્ટ્ર રાજસ્થાન અને ગુજરાતમાં 70 ઉપરાંત ગુનાઓ આચારનાર મહારાષ્ટ્રીયન આરોપીને દબોચી લીધો છે. આરોપીએ છેલલા દોઢ દાયકામાં લૂંટ, ધાડ, હત્યા પ્રયાસ, મારામારી ચોરી, છેડતી સહિતના 70 ઉપરાંત ગુનાઓ આચર્યા છે. જેમાં જામનગરની અડધો ડઝન ચોરીનો પણ સમાવેશ થાય છે.
મહારાષ્ટ્ર રાજસ્થાન અને ગુજરાતમાં દોઢ દાયકામાં ધાડ, લૂંટ, ચોરી, ખૂનની કોશિશ, અપહરણ, પોલીસ પર હુમલો તથા છેડતી સહિતના અનેક ગુનાઓ આચરનાર રાજસ્થાનના પાલી જિલ્લાના દેવનગર ખાતે ટ્રાન્સપોર્ટ નગરના કુખ્યાત પંડિતસિંહ ઉર્ફે રાહુલ ધરમસિંહ બાદલ ઝુંગી ઉર્ફે બજાર નામનો શખ્સ અલગ નામ ધારણ કરી જામનગરના હાલ જામનગરમાં ઢીંચડા રોડ પર યોગેશ્વર ધામ એકમાં રહેતો હોવાની એલસીબી પોલીસને ચોક્કસ હકીકત મળી હતી આ હકીકતના આધારે પીએસઆઇ આર બી ગોજિયા સહિતના સ્ટાફે યોગેશ્વર ધામ વિસ્તારમાં વોચ ગોઠવી આરોપી પંડિતસિંહને ગઈકાલે દબોચી લીધો હતો.
અશોક સામે મહારાષ્ટ્ર રાજ્યમાં મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ મુજબ વર્ષ 2010માં ગુનો નોંધાયો છે આ ગુનામાં આરોપી 14 વર્ષથી ફરાર હતો. હા સક્ષની સામે મહારાષ્ટ્ર રાજસ્થાનના ગુજરાત રાજ્યમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ઝાડ લૂંટ ઘરફૂડ ચોરી ખૂનની કોશિશ અપહરણ પોલીસ ઉપર હુમલો છેડતી પોલીસ જાપ્તમાંથી ફરાર થવું, મારામારી સહિત 70થી વધુ નોંધાયેલા છે. જેમાં જામનગરમાં સીટી સી ડીવીજન પોલીસ દફતરના જુદા જુદા વિસ્તારમાંથી આચરેલી છ ચોરીઓનો પણ સમાવેશ થાય છે.પોલીસે આ શખ્સને હસ્તગત કરી મહારાષ્ટ્ર રાજ્યના ભાગ્યનગર પોલીસ સ્ટેશનને જાણ કરી સોપવા તજવીજ હાથ ધરી છે.