જામનગર : દારૂ હોય કે જુગાર હોય કે ચોરી ચપાટી હોય, જયારે પોલીસ કામ પર ઉતરી આવે છે ત્યારે કોઈ અસામાજિક પ્રવૃત્તિ ચાલતી નથી એવી સહજ સમજ સમાજમાં પ્રવર્તે છે. પરંતુ પોલીસ જ જયારે આ અસમાજિક પ્રવૃતિને ઉતેજન આપે ત્યારે શું થાય ? ત્યારે કોઈ ને કોઈ ઉપરી અધિકારી આવે જ છે આવી અસામાજિક પ્રવૃતિને હટાવવા, ગાંધીનગરમાં આવો જ એક એવો કિસ્સો સામે આવ્યો છે.
ગાંધીનગર એલસીબીને મળેલ ચોક્કસ હકીકતને લઈને ગત રાત્રીના પેથાપુર પોલીસ દફતર હસ્તક આવતા ઉનાવા ગામે દરોડો પાડ્યો હતો જેમાં પોલીસે રૂ. 34 હજારના મુદ્દામાલ સાથે પાંચ સખ્સની ધરપકડ કરી હતી. બીજી તરફ પોલીસ પુછપરછ દરમિયાન આ જુગારધામ ખુદ ડીપાર્ટમેન્ટમાં જ ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા જ ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.
પેથાપુર પોલીસ મથકમાં ડી સ્ટાફ કોન્સ્ટેબલ જયપાલસિંહ અને ગાંધીનગર હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ દ્વારા આ જુગાર રમાડતો હોવાનું સામે આવ્યું હતું જેને લઈને ગ્રામ્ય એલસીબીએ બંને પોલીસ કર્મીઓને ફરાર જાહેર કરી પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. પોલીસ કર્મચારીઓ દ્વારા જ જુગારધામ ચલાવવામાં આવતો હોવાનું સામે આવતા એસપીએ બંનેને સસ્પેન્ડ કરવા તજવીજ હાથ ધરી છે.
પોલીસ જ જો કાયદાનું પાલન કરાવવાના બદલે કાયદાનો ભંગ કરી જુગાર ધામ ચલાવે તો પોલીસની આમ જનોમાં જે પ્રતિષ્ઠા છે તેને ધક્કો જરૂર લાગ્યો છે અને સામાન્યજનમાં પોલીસની જે છાપ છે તે વધુ ઉજળી બની છે.