જુગાર અને દ્વારકાને જુનો નાતો !!! પુરુષોની સાથે જુગાર રમતી મહિલાઓ પકડાઈ

0
829

જામનગર : દેવભૂમિ દ્વારકાના યાત્રાધામ દ્વારકામાં વરવાળા, જલારામ આવાસમાં એપાર્ટમેંટમાં જુગાર રમતા બે પુરુષોની સાથે ત્રણ મહિલાને પણ આતરી લેવામાં આવી છે. પ્પોલીસે જુગાર ધારાઓ મુજબ ફરિયાદ નોંધી છે. જો કે નોટીસ આપી મહિલાઓને સ્થળ પર મુક્ત કરવામાં આવી હતી.

દ્વારકા અને જુગારને જુનો સબંધ છે. અહી બારેમાસ જુગાર ચાલતો હોવાની પણ વારે વારે ફરિયાદો ઉઠતી રહી છે. ત્યારે ગઈ કાલે સ્થાનિક પોલીસે ગઈ કાલે વરવાળા ગામે જલારામ આવાસમાં હકીકતને લઈને રેઇડ પાડી હતી જેમાં એપાર્ટમેંન્ટના પ્રથમ માળે જાહેરમાં જુગાર રમતા હિતેશ ધરમશીભાઈ સામાણી, અશોક દયાળજી કાનાણી અને નેહાબેન વંદનભાઈ દતાણી, અમૃતાબેન ઘનસુખભાઈ સામાણી, અને વનીતાબેન ગોપાલદાસ જાખરીયા નામની મહિલાઓ અને પુરુષોને પકડી પાડ્યા હતા. પોલીસે તમામ પાસેથી પાંચ હજારની રોકડ કબજે કરી ફરિયાદ દાખલ કરી હતી. જો કે રાત્રીનો સમય હોવાથી મહિલાઓને નોટીશ આપી છોડી મુકવામાં આવી હતી.

NO COMMENTS