તરકટ : હેક થયેલો ડેટા મેળવવા અપહરણનું નાટક રચી પુત્રએ પિતા પાસે માંગી ખંડણી, આવી છે વારદાત

0
552

જામનગર અપડેટ્સ : મોબાઈલ ડેટા હેક કરી હેકરે પરત ડેટા માટે માંગેલ રૂપિયાની વ્યવસ્થા કરવા પુત્રએ પોતાનું અપહરણ થયું હોવાનું તરકટ રચી રૂપિયા સવા ત્રણ લાખ માંગ્યા હોવાની વિગતો સામે આવી છે. આ સમગ્રમાં લાલબતી ધરતી વાત એ છે કે યુવાને પોતાના મોબાઈલમાં એક અનઓથેંન્તિક એપ ડાઉનલોડ કરી હતી. આ એપ સંચાલકે યુવાનના મોબાઈલનો તમામ ડેટા હેક કરી પરત મેળવવા માટે રૂપિયા માંગ્યા હોવાથી યુવાને પોતાનું અપહરણ થયુ હોવાનું તરકટ રચ્યું છે.

આ સમાચાર છે વલસાડ જીલ્લાના પણ તમામને લાગુ પડે એવા છે. અહી વલસાડમાં ધરમપુર રોડ પર ફરસાણની દુકાન ધરાવતા રાજન સતીશચંદ્ર દમણીયા નામના યુવાનનું અપહરણ થયું હોવાનું તેના પિતાએ સોશ્યલ મીડિયામાં એક ઈમેજ મૂકી જાહેર કર્યું હતું. આ બનાવ અંગે પુત્ર ગુમ થયાની ગુમનોંધ પણ લખવી હતી. વેપારી રાજનએ પોતાના મોબાઈલમાં અલગ અલગ એપ ડાઉનલોડ કરી હતી. જેમાં કોઈ એપ સંચાલકે તેના મોબાઈલના ડેટા હેક કરી લીધા હતા. આ ડેટા પરત મેળવવા માટે રાજને અન્ય મોબાઈલ એપના માધ્યમથી લોન લીધી હતી. લોન ભરપાઈ કરવાની મુદ્દત પુરી થઈ જતા એપ સંચાલકો દ્વારા રાજન પાસેથી ઉઘરાણી કરી કાયદેસરની નોટીસ પણ મોકલી હતી. જેને લઈને રાજન કોઈને કહ્યા વગર જ પોતે જ પોતાનું બાઈક લઇ કયાંક જતો રહ્યો હતો.  

આ બાબટે રાજનના પિતાએ સીટી પોલીસમાં પુત્ર ગુમની નોંધ કરાવી હતી. બીજી તરફ રાજને અન્ય મોબાઈલ માંથી પોતાનું અપહરણ કરાયું હોવાનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કરી, તેના જ પિતા પાસેથી રૂપિયા  3 લાખ 20 હજારની ખંડણી માંગી તાત્કાલિક બેંકમાં રૂપિયા 20 હજાર ભરવા કહ્યું હતું. જેને લઈને પિતાએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. જેને લઈને પોલીસે તાત્કાલિક ટેકનીકલ ટીમની મદદથી રાજનનું લોકેશન મેળવી, તાત્કાલિક સુરતથી આંતરી લીધો હતો. પોલીસે નાગરિકોને સચેત કરી જણાવ્યું છે કે આ સમગ્ર વારદાત મોબાઈલ એપમાંથી સર્જાઈ છે. કોઈ એપ ડાઉનલોડ કરતી વખતે પ્રથમ સાવચેતીની ખરાઈ કરી લેવી જોઈએ.                                                                                                                                                                                                

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here