જામનગર: પાંચ મહિલાઓ ચાર પુરુષો સાથે રમતી હતી જુગાર ત્યાં પોલીસના પગરવ

0
600

જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં શિવનગરમાં  પાંચ મહિલાઓ પુરુષો સાથે જાહેરમાં જુગાર રમતા પકડાઇ છે. પોલીસે મહિલાઓ સહિત નવ શખ્સોની સામે જુગાર ધારા મુજબ કાર્યવાહી કરી હતી. એક દંપતી સહિતના શખ્સોના કબજા માંથી પોલીસે 12000 ઉપરાંતની રોકડ કબજે કરી છે.

જામનગરમાં શ્રાવણ માસનો અંત નજીકમાં છે ત્યારે મહિલા પુરુષો સહિતના જુગાર રસીકો લડી લેવાના મૂડમાં હોય એવો ઘાટ સર્જાયો છે. ગઈકાલે સીટી સી ડિવિઝન પોલીસે ગોકુલ નગર વિસ્તારમાં આવેલા શિવ નગર એકના શેરી નંબર નવમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન જાહેરમાં જુગાર રમી રહેલ ભોજાભાઇ રણમલભાઇ બડીયાવદરા, રહે.ગોકુલનગર શીવનગર-૧ શેરી નં.૯ જામનગર, જેઠાભાઇ સાજણભાઇ કરમુર રહે.ગોકુલનગર શેરી નં.૫ રાજુભાઇના દવાખાના આગળ જામનગર, મુકેશભાઇ જીવાભાઇ વાઢીયા  રહે.ગોકુલનગર પાણાખાણ શેરી નં.૩ જામનગર, જેન્તીભાઇ કરશનભાઇ સવાસળીયા રહે.ગોકુલનગર શીવનગર-૧ કોળી સમાજની વાડીની સામે જામનગર, સવધીબેન ધરણાંતભાઇ રામભાઇ ભોચીયા  રહે.ગોકુલનગર શીવનગર-૧ શેરી નં.૯ જામનગર,  ભીનીબેન ભીખાભાઇ જગાભાઇ ભોચીયા રહે.ગોકુલનગર, મયુરનગર શેરી નં.૫ જામનગર, સવધીબેન ભોજાભાઇ રણમલભાઇ બડીયાવદરા  રહે.ગોકુલનગર શીવનગર-૧ શેરી નં.૯ જામનગર, ઉષાબેન રણછોડભાઇ નારણભાઇ પરમાર રહે.ગોકુલનગર મયુરનગર બાપા સીતારામ ચોક પાસે જામનગર, રસીલાબેન  બાબુભાઇ કરશનભાઇ સવાસળીયા રહે.ગોકુલનગર શીવનગર-૧ શેરી નં.૯ જામનગર વાળા સક્સો આબાદ પકડાઈ ગયા હતા.

પોલીસે તમામ સક્ષોના કબજા માટે રૂપિયા 12,780 ની રોકડ કબજે કરી હતી. સૂર્યાસ્તનો સમય થઈ ગયો હોવાથી પાછળ મહિલાઓની અટકાયત ન કરતા નોટિસ આપી હતી જ્યારે ચારેય પુરુષોની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here