ફાયરીંગ : આફ્રિકામાં ગુજરાતી યુવાન પર ધડાધડ ફાયરીંગ, ચકચારી લુંટ, આવી છે આખી ઘટના

0
969

જામનગર : દક્ષીણ આફ્રિકાના વેન્ડા શહેરમાં મહતમ ગુજરાતીઓની વસ્તી વાળા વિસ્તારમાં ગઈ કાલે બે અશ્વેત નાગરિકોએ ધડાધડ ફાયરીંગ કરી લુંટ ચલાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ બનાવમાં લુંટ કેટલી છે તે સ્પષ્ટ થયું નથી પરંતુ દિનદહાડે આ વારદાત થતા ભાગદોડ મચી ગઈ હતી. જો કે આ ઘટનામાં ગુજરાતી યુવાન ઈજાગ્રસ્ત બન્યો છે. વારદાતને અંજામ આપી બંને આરોપીઓ નાશી ગયા હતા.

કાર માંથી નીચે ઉતરી લુટારુ સીધો જ પહોચ્યો ગુજરાતી યુવાનની કાર પાસે..લોડેડ બંદુક સાથે

દક્ષીણ આફ્રિકાના વેન્ડા શહેરમાં ગઈ કાલે બે અશ્વેત સખ્સોએ કાર ચાલક ગુજરાતી યુવાનને નિશાન બનાવ્યા હતા. મૂળ ભરૂચનો અને વેન્ડામાં વેપાર અર્થે સ્થાઈ થયેલ યુવાન પોતાની કાર લઇ રસ્તા પરથી નીચે ઉતરી  પાર્ક કરે છે ત્યાં પાછળથી આવેલ બે સખ્સો અંધાધુંધ ફાયરીંગ કરી, ડ્રાઈવર સાઈડનો દરવાજો ખોલી જે કાઈ મુદ્દામાલ છે તે આપી દેવા કહે છે. જ્યાર અન્ય એક સખ્સ કારના કાચ પર ગોળીબારી કરતો નજરે પડે છે.

બ્લુ ટી-શર્ટ પહેરેલા લુટારુએ બે રાઉન્ડ ફાયર કર્યા…..

આ બનાવના પગલે જે તે વિસ્તારમાં દોડધામ મચી જાય છે. આ બનાવમાં ગુજરાતી યુવાન ઘવાયો છે. લુંટ ચલાવી બંને સખ્સો સ્થળ છોડી નાશી જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે.

જાન બચી ગઈ….લુટારુઓ ગુજરાતી યુવાનને કારમાંથી ઉતારી મુક્યો…

આ બનાવના પગલે ગુજરાતી વર્ગમાં ભય ફેલાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે અવારનવાર ગુજરાતીઓ પર વેન્ડામાં હુમલા થાય છે તેનું અડધું અર્થ તંત્ર ગુજરાતીઓ પર આધારિત છે.

NO COMMENTS