ફાઈરિંગ : જમીન માફિયા જયેશ અને શુટરો વચ્ચે બે ચેનલ, આવી છે શુટરોની ક્રાઈમ કુંડળી

0
1139

જામનગર : બરાબર દશ દિવસ પૂર્વે લાલપુર બાયપાસ પાસેના ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં નવા આકાર પામતા પોતાના પ્રોજેક્ટ સ્થળે હાજર બિલ્ડર ગીરીશ ડેર પર બાઈક પર આવેલ બુકાની ધારી સખ્સોને જામનગર એલસીબી પોલીસે રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે. પરંતુ આખો ઘટનાક્રમ કેવો હતો તેની પર નજર કરી લઈએ, ત્યારબાદ આરોપીઓએ ક્યાંથી કયા પહોચ્યા ? કોની કોની દોરવણીથી આ બનાવને અંજામ આપવામાં આવ્યો ? તેની વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. પરંતુ એક વાત નક્કી થઇ ગઈ છે કે આ બનાવ પાછળ કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલનો જ હાથ છે. ત્યારે જે ભાડુતી માણસો રોક્યા હતા તે કઈ રીતે જયેશના સંપર્કમાં આવ્યા અને કેવી રીતે સોપારી આપવામાં આવી ? સહિતની વિગતો પણ સામે આવી છે. જયેશ અને શુટરસ વચ્ચેની બે-ત્રણ ચેનલ કામ કરતી હોવાનું પણ સુત્રો માંથી જાણવા મળ્યું છે.  આ ચેનલ સુધી પહોચવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

જામનગરમાં દશ દીવસ પૂર્વે બિલ્ડર ગીરીશ ડેર પર થયેલ ફાયરીંગ પ્રકરણના ત્રણ આરોપીઓને એલસીબી પોલીસે રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે. ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના વાસાવડ ગામનાં હિરેન ઉર્ફે હિતેશ ઉર્ફે હિતુભા ઉફ્રે હિતેશસિંહ ભગવતસિંહ ઝાલા તેમજ ધામળેજ ગામના સંજયભાઇ અરસીભાઇ બારડ અને રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના પીપળીયા ગામના પ્રવિણ ઉર્ફે ટકો ગીગાભાઇ વાળા નામના ત્રણેય સખ્સોને એટીએસની ટીમે પકડી પાડી જામનગર પોલીસને હવાલે કર્યા છે.

ક્રિષ્નાપાર્ક વાળી જગ્યાના મૂળ માલિક અને જયેશ પટેલ વચ્ચે જગ્યાને લઈને મનદુઃખ થયું હતું. દરમિયાન મૂળ માલિકોએ આ જગ્યા ત્રણ આસામીઓને વેચી નાખી હતી. જેનો સોદો જમીન મકાનની દલાલી કરતા પ્રોફેસર રાજાણીએ કરાવ્યો હતો. જેને લઈને જમીન માફિયા જયેશ ઉશ્કેરાયો હતો અને પ્રોફેસરને રૂપિયા દોઢ કરોડ આપી દેવા દબાણ કર્યું હતું,  જેની સામે તાબે નહી થતા જયેશે ગત નવેમ્બર માસમાં ભાડુતી માણસો રોકી પ્રોફેસરની કાર પર ફાયરીંગ કરાવ્યા હતા. ત્યારબાદ આ જગ્યા પર બિલ્ડર ગીરીશભાઈએ બાંધકામ ચાલુ કરતા જયેશે તેની પર પણ ભાડુતી માણસો રોકી ફાયરીંગ કરાવ્યું હતું. આ સખ્સો હાલ એલસીબીના કબજામાં છે,

જમીન માફિયા જયેશ પટેલે જામનગરના અમુક સખ્સોને બિલ્ડરની હત્યાની સોપારી આપી હતી. આ ચેનલે ભાડુતી શૂટરો, શૂટરોને હથિયાર પુરા પાડવા, રેકી કરાવવી, સલામતી પૂરી પાડવી, સોપારીની ટોકન મની આપવી, વાહનો પુરા પાડવા સહિતની સગવડ કરી આપી હતી. આ કામ બે ચેનલ દ્વારા થયું હોવાનું સામે આવ્યું છે. આ બે ચેનલમાં જામનગરના કયા સખ્સો સંડોવાયા છે ? તેમજ જયેશ સાથે કેટલા રૂપિયામાં સોપારી આપવામાં આવી છે ? તેમજ વારદાતને અંજામ આપનાર શૂટરો સુધી કઈ રીતે સંપર્ક થયો છે ? તેની વિગતો સ્પષ્ટ તો થઇ ગઈ છે. પરંતુ પોલીસ આ સખ્સો સુધી હજુ સુધી પહોચી શકી નથી એટલે જાહેર કરવામાં આવી નથી. પરંતુ આવતી કાલ સુધીમાં આ સખ્સો હાથમાં આવી જવાનો પોલીસે આશાવાદ સેવ્યો છે. બંને ચેનલમાના સખ્સો હાથ આવી ગયા બાદ આરોપીઓના નામ જાહેર કરવામાં આવશે અને કઈ ચેનલે કયું કામ  પાર પાડ્યું છે ? તે પણ સ્પસ્ટ થઇ જશે. બીજી તરફ પકડાયેલ ત્રણ પૈકીના આરોપી પ્રવીણ ઉર્ફે ટકો અગાઉ મુથુટ ફાઈનાન્સની નવ કરોડ સોનાની લુંટમાં સંડોવણી ખુલી હતી. આ ઉપરાંત આરોપી હિતેશ સામે રાયોટીંગ અને એક હથિયાર સબંધિત ગુનો પણ નોંધાયો છે. આ ઉપરાંત એક ખંડણી પ્રકરણમાં આરોપી હિતેશને જામનગર પોલીસે અગાઉ પકડી પડ્યો હતો. આ ઉપરાંત બંને સામે પાંચ-છ ગુના નોંધાયા છે. જયારે ત્રીજો આરોપી હજુ ગુનાખોરીમાં કદમ માંડ્યું હોવાનું જાણવા મળ્યું છે. એલસીબી આવતી કાલે ત્રણેય આરોપીને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવા કાર્યવાહી કરશે.

NO COMMENTS