ફાયરિંગ: કિશને કેબિન નહીં હટાવતા ભડાકા કરાયા

0
1179

દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે સરકારી જમીન પરથી કેબિન હટાવવા બાબતે થયેલી માથાકૂટમાં 15 સહિત 21 શખ્સોએ હુમલો કરી આહિર પરિવારના  યુવાનોની હત્યા નિભાવવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી છે. બે યુવાનો પર આરોપીઓએ ફાયરિંગ કરતા બંનેને ગંભીર ઈજા પહોંચી હતી પીડબ્લ્યુડી વિભાગની જમીન પરથી કેબિન હટાવવા બાબતે થયેલી માથા કોટમાં લોહી રડાયું છે પોલીસે 21 શખ્સો સામે ફરિયાદ નોંધી કરી છે. ઘાયલ યુવાનોને જ્યાં કેબિન આવેલી છે તેની પાછળ આરોપીઓએ જમીન લીધી હતી. જેને લઇને આગળ વાળી જમીન ખાલી કરાવવા માટે તેઓ jcb લઈને ગયા હતા ત્યારે આ ઘટના ઘટી હતી.

ખંભાળિયા નજીક પોરબંદર રોડ પર આવેલ ભારતર ગામે ગઈ કાલે જૂથ અથડામણ થવા પામી હતી. ગઢવી પરિવારના 21 શખ્સોએ આહીર પરિવારના યુવાનો પર હુમલો કરી હતી અને જવાનો પ્રયાસ કર્યો  હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. આ બને અંગે રામભાઈ શીવાભાઈ કેસરિયા એ ભાડથર ગામે રહેતા રાણસૂર વિરપાલ ગઢવી, પ્રતાપ રણછોડ ગઢવી, ભોલા રાણસુર ગઢવી, આશા અજુ ગઢવી, ભારા ખીમા ગઢવી, હરિ નાથા રૂડાચ, દેવીયા આલા ગઢવી, વિરમ હરદાસ ગઢવી, ઈશ્વર વેજાણંદ ગઢવી, રાજુ રાયા ગઢવી, કાના કરમણ ગઢવી, મુના ભોજા ગઢવી, ભોજા રાણા ગઢવી, શિવદાન હરદાસ ગઢવી, વેજાનંદ વિરપાલ ગઢવી અને અન્ય પાંચ શખ્સો સામે હત્યા પ્રયાસ રાઇટીંગ મારામારી ફાયરીંગ કાવતરા સબબો ફરિયાદ નોંધાવી હતી.

કિશનભાઇ વેજાભાઇ કેશરીયાની રોડની સાઇડમા પી.ડબલ્યુ ડી.ની જગ્યામા કેબીન આવેલ છે. આરોપી રાણસુર વીરપાલ ગઢવીએ આ કેબીનની પાછળ આવેલ જમીન વેચાણથી લીધી છે. જેથી તેઓને કિશનની આ કેબીન નડતી હતી. બીજી તરફ કિશન પોતાની કેબીન ત્યાથી હટાવતા ન હતા. જેથી આ કેબિન બળજબરીથી હટાવવા માટે આરોપીઓએ ગઈ કાલે બપોરના સમયે ભેગા થઇ, ગુન્હાહિત કાવતરૂ રચી,  બંદુકો, ફરસી, ધારીયા, લોખંડના પાઇપ, કુહાડીઓ, લાકડાના ધોકા જેવા હથીયારો લઈ, જુદા-જુદા વાહનોમાં બેસી વાહનો લઇ આવી, બળજબરીથી જે.સી.બી. વડે કેબીન તોડી નાંખી હતી. જેને લઈને કિશન તથા તેના પરિવારજનોએ આરોપીઓને રોકવાની કોશીશ કરી હતી. જેથી ઉશ્કેરાયેલ આરોપીઓએ મારી નાખવાના ઇરાદાથી હુમલો કર્યો હતો.

જેમાં આરોપી પ્રતાપ રાણસુર ગઢવી એ બારબોર બંદુક વડે કિશન વેજાભાઇ કેશરીયા તથા દેવાત મેરામણભાઇ કેશરીયા પર ફાયરીંગ કરી શરીરે જીવલેણ ઇજા પહોંચાડી હતી. આરોપી ભોલા રાણસુર ગઢવીએ બંદુક વડે રામભાઈ શિવાભાઈ કેસરિયા પર ફાયરીંગ કરી જમણા હાથના ભાગે ગંભીર ઇજા કરી તથા તેમની સાથેના આરોપીઓએ  મયુરભાઇ જીવાભાઇ કેશરીયા તથા જગાભાઇ મેરામણભાઇ કેશરીયા તથા ભીમાભાઇ જીવાભાઇ કેશરીયાને ધારીયા, લોખંડના પાઇપ, કુહાડીઓ, લાકડાના ધોકા જેવા હથિયારોથી માર મારી ઇજા પહોંચાડી, મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા.

આ બનાવ બાદ ફાયરિંગમાં ગવાયેલ રામભાઈ અને સંજય અને દેવાતભાઈ કેસરિયા સહિતના પાંચેય યુવાનોને તાત્કાલિક ખંભાળિયા ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા ખંભાળિયા પોલીસ એલસીબી એસઓજી સહિત ઉચ્ચ અધિકારી પોલીસ નો કાફલો પડતર પહોંચ્યો હતો ત્યારબાદ ખંભાળિયા પહોંચી છે વિધિવત ફરિયાદ નોંધી નાસી ગયેલ આરોપીઓને પકડી પાડવા જુદી જુદી ટીમ બનાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here