અનલોક-૧માં શા માટે ક્રિસ્ટલ મોલ બંધ કરી દેવાયો, જાણો

0
646

જામનગર : જામનગર શહેરમાં લોકલ સંક્રમણનું પ્રમાણ જેટ ગતિએ વધતા દરરોજ ૧૫-૧૫ કોરોના પોજીટીવ કેસ નોંધાઈ રહ્યા છે. બીજી તરફ મોટાભાગના જામનગરના વિસ્તારોમાં કન્ટેઈનમેન્ટ ઝોન છે જ, હાલ શહેરમાં ૭૦ થી વધુ આવા પ્રતિબંધિત વિસ્તારો છે તેમાં દરરોજ વધારો થતો જ  જાય છે, જામનગરમાં કોરોનાનું લોકલ ટ્રાન્સમિશન તીવ્ર ગતિએ વધી રહ્યું છે છતાં પણ પ્રજાજનોમાં કોઈ ભય ન હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે કેમકે રસ્તા અને જાહેર બજારમાં અનેક લોકો માસ્ક વિહોણા ફરતા જોવા મળી રહ્યા છે. એવા સમયે લોકલ સંક્રમણ વધે જ, દિવસેને દિવસે વધી રહેલા દર્દીઓને લઈને ઘટના સમયથી સુસુપ્ત રહેલ વહીવટી તંત્ર ગઈ કાલે મીડિયા સામે આવ્યું હતું અને શહેરીજનોને વધુ એક વખત કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ આપી હતી. જો કે કોરોના સંક્રમણ પણ અટકવાનું નામ ન લેતા ગઈ કાલે ખોડીયાર કોલોની વિસ્તારમાં જાહેર માર્ગમાં આવેલ ક્રિસ્ટલ મોલમાં નોકરી કરતા એક કર્મચારીનો રીપોર્ટ પોજીટીવ આવ્યો હતો જેને લઈને આજે સમગ્ર ક્રિસ્ટલ મોલ સીલ કરી દેવામા આવ્યો છે અહીં નીચે હિન્દ માર્ટ છે. પ્રથમ અને બીજા અને ત્રીજા માળે રિલાયંસના ગારમેન્ટ અને ઈલેક્ટ્રોનિક સો રૂમ છે જયારે સૌથી ઉપર મલ્ટી પ્લેકસ સિનેમા છે, આ તમામ સેવાઓ હાલ બંધ રહેશે, કોરોનાને લઈને પ્રથમ વખત કોઈ આખું કોમર્સિયલ કોમ્પ્લેક્ષ કન્ટેઈન્મેન્ટ ઝોનમાં ફેરવવા તજવીજ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

NO COMMENTS