અંતે ધોરણ-૧૨નો પરીક્ષા કાર્યક્રમ જાહેર, આવી છે પદ્ધતિ અને નિયમો

0
817

ગાંધીનગર :  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આખરે ધોરણ બાર સાયન્સનો પરીક્ષા કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં ૫૦ માર્ક્સના એમસીકયું અને ૫૦ માર્ક્સના સબ્જેક્ટટીવ પ્રશ્નો  રહેશે. જયારે પ્રશ્ન પેપરની સ્ટાઈલ અગાઉ જે નક્કી કરવામાં આવી હતી તે મુજબ રહેશે.  જે વિદ્યાર્થીઓ કોરોના કે અન્ય કારણસર પરીક્ષા નહી આપી શકે તેના માટે ૨૫ દિવસ પછી પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આવતા મહિનાથી શરુ થતી પરીક્ષા સોળ દિવસ ચાલશે.

સાયન્સનો સતાવાર કાર્યક્રમ આ મુજબ છે.

 ૧લી જુલાઈએ ફીજીક્સ

૩જી જુલાઈએ કેમિસ્ટ્રી

૫મી જુલાઈએ બાયોલોજી

૬ઠ્ઠી  જુલાઈ એ ગણિત

૮મી જુલાઈએ અંગ્રેજી

૯મી જુલાઈએ ભાષાનું પેપર

આ તસ્વીરોમાં સતાવાર કાર્યક્રમ છે…જુઓ

NO COMMENTS