અસલી પોલીસ માટે માથાનો દુખાવો બનતો નકલી પોલીસ મહેશ જાડેજા

0
747

જામનગર: એસઓજી પોલીસમાં ફરજ બજાવતો નકલી પોલીસકર્મી મહેશ જાડેજા અસલી પોલીસ માટે માથાનો દુખાવો બન્યો છે. પોલીસકર્મીના નામે ફોન કરી શહેરના આસામીઓ અને ધંધાર્થીઓને ખંખેરતા આ સખ્સનું વધુ એક પરાક્રમ સામે આવ્યું છે. આ વખતે ટ્રાવેલ એજન્ટને ફોન કરી રાજકોટથી દિલ્લીની ૧૧ ટીકીટ બુક કરવાની માંગણી કરી છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં હાલ નકલી પોલીસ ચમકતી જોવા મળી રહી છે. અસલી પોલીસની હાજરીમાં પોલીસ કર્મીના નામે નકલી પોલીસે તોડ કર્યાની ત્રીજી ફરીયાદ સામે આવી છે. દ્વારકા અને જામનગરમાં નોધાયેલ બે ફરિયાદ બાદ જામનગરમાં વધુ એક ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ પણ એસઓજીમાં ફરજ બજાવતા નકલી પોલીસકર્મી મહેશ જાડેજાના નામે નોંધાઈ છે. આ મહાસય હવે પોલીસ માટે માથાનો દુખાવો સાબિત થઇ રહ્યો છે. આ વખતે ટ્રાવેલ એજન્ટ પાસેથી તોડ કરવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી છે.

જેમાં રતનબાઇ મસ્જીદ પાસે રહેતા અને ટ્રાવેલનો ધંધો કરતા ઓરંગઝેબ બસીરભાઇ એરંડીયા તાજેતરમાં ૭૯૮૪૭૩૫૮૫૮ નંબરના મોબાઈલ ફોન પરથી ફોન આવ્યો હતો અને આ વ્યક્તિએ પોતાની ઓળખ જામનગર એસઓજીમાં ફરજ બજાવતા મહેશ જાડેજા તરીકેની આપી હતી. ત્યારબાદ ટ્રાવેલ એજન્ટ એવા યુવાનને આ સખ્સે રાજકોટથી દિલ્હી ફલાઇટની ૧૧ ટીકીટ બૂકીંગ કરી આપવાનુ કહ્યું હતું. જેથી ટ્રાવેલ એજન્ટે આ નકલી પોલીસ કર્મીને ટીકીટના પૈસા કુલ રૂ.૧,૩૫,૦૦૦ આપવાનું કહ્યું હતું. જેને લઈને આરોપીએ કહેલ કે મે વોટસએપ કરેલ બારકોડ સ્કેનર સ્કેન કરી એકાઉન્ટમા ૧,૩૫,૦૦૦/- ટ્રાનસ્ફર કરી દો બાદમા તમારા એકાઉન્ટમા રૂપિયા ૧,૫૦,૦૦૦ ટ્રાન્સફર કરી આપીશ. આમ કરવાની ટ્રાવેલ એજન્ટે ના પાડી હતી. જેને લઈને ઉસ્કેરાયેલ આરોપીએ વોટસેપ મેસેજ તથા ટેલીફોનીક વાતચીત દ્વારા જેમ ફાવે તેમ ગાળૉ કાઢી અને જાનથી મારી નાખવાની ધમકી આપી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ઠગાઇ કરવાની કોશીષ કરી હતી.

NO COMMENTS