હદ થઇ : મહાપાલિકાએ આવી નોટીસ પણ જાહેર કરવી પડી

0
442

જામનગર : જામનગરમાં બહુમાળી બિલ્ડીંગોમાં ફાયર સેફટીના અભાવની ફરિયાદો અને આગના બનાવો બાદ મહાનગરપાલિકા નાક બચાવવા અને નાક દબાવવા માટે જે તે મિલકત ધારકોને નોટીશ આપી સંતોશ માની રહી છે. જે અંતર્ગત 15 મીટરથી ઉંચી ઇમારતોને ફાયર એનઓસી મેળવી લેવા તાકીદ કરવામાં આવી છે. નવી બિલ્ડીંગોમાં વસવાટ વપરાશ પૂર્વે બાંધકામ અને ફાયર એનઓસીની મેળવી લેવા જાહેર નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. મૂળભૂત કહી શકાય એવી યોજનાઓની અમલવારી અને મંજુરી માટે તંત્રએ તાકીદ કરવી પડે એ પણ સર્મ જનક તો છે જ,

જામનગર સહિત રાજ્યભરમાં શહેરી વિસ્તારોની બહુમાળી બિલ્ડીંગોમાં છાસવારે બનતી આગજનીની ઘટનાઓ બાદ સરકાર ચિંતિત બની હતી અને ફાયર સેફટીને લઈને કડક કાર્યવાહી સુધીની કાર્યવાહી કરી હતી. જામનગરની વાત કરીએ તો અહી ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલ તેમજ ટ્યુશન કલાક સંલગ્ન બહુમાળી બિલ્ડીંગોમાં પણ આગજનીના ગંભીર બનાવો બન્યા છે જો કે સદનશીબે કોઈ કેજ્યુઅલટી થવા પામી નથી. પરંતુ સાવચેતીના ભાગ રૂપે કે નાટક ખાતર જામનગર મહાનગર પાલિકાની ફાયર સાખા જાગૃત બની હતી. અને હોસ્પિટલસ અને ખાનગી ટ્યુશન સંચાલકોને નોટીસ આપી એનઓસી મેળવી લેવા તાકીદ કરી હતી. દોઢ વર્ષથી નોટીશનો જે સિલસિલો ચાલે છે તે હજુ યથાવત છે. તાજેતરમાં ફાયર દ્વારા એપાર્ટમેન્ટ, કોર્મશીયલ કોમ્પલેકસ, ઔધોગિક સહીત 200 થી વધુ ઇમારતના માલિકો કે ઉપભોક્તાઓને ફાયર એનઓસી મેળવી લેવા તાકીદ કરી છે. આ ઉપરાંત કોઇપણ બાંધકામ કરતા પહેલા બાંધકામની વિકાસ તથા વપરાશની પરવાનગી મેળવવા પણ તાકીદ કરવામાં આવી છે.

હાઇકોર્ટના વચગાળાના હુકમ મુજબ નવા નિયમની વાત કરીએ તો શહેરી વિસ્તારમાં સમાવેશ થતા કોર્મશીયલ કોમ્પલેકસ, એપાર્ટમેન્ટ, શૈક્ષણિક સંકુલ, ઔધોગિક ઇમારતો, ધાર્મિક સ્થળો પૈકી જેમણે વપરાશ, વસવાટની પરવાનગી લીધી નથી તે ઇમારતોએ પરવાનગી અને ફાયર એનઓસી લેવા નોટીસ તાકીદ કરવામાં આવી છે. જેના જુના નિયમમાં 18 મીટરથી ઓછી ઉંચાઇની ઇમારતોમાં ફાયરના એનઓસીની જરૂર ન હતી તેની જગ્યાએ નવા નિયમ મુજબ 15 મીટર કે તેથી વધુ ઉંચાઇ ધરાવતી ઇમારતો માટે ફાયરનું એનઓસી ફરજીયાત બનાવાયુ છે. બીજી તરફ એનઓસી ન લેનારા આસામીઓ સામે બીપીએમસી એકટની કલમ હેઠળ બિનઅધિકૃત વસવાટ ખાલી કરાવવા તથા મિલકતના નળ અને ગટરના જોડાણ કાપવા સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં બે હોસ્પિટલમાં આવી કાર્યવાહી કરવામાં આવી છે. જો કે આ કાર્યવાહી ખાલી નામ પુરતી જ ગણાવાઈ રહી છે. કારણ કે નોટીસનો કેટલા સમયમાં અમલ કરવો એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. જેને લઈને મહાનગર પાલિકા પણ દુધદહીંમાં રમવા માગતું હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here