હદ થઇ : ૧૪ વર્ષની સગીરા દુષ્કર્મમાં ભાજપના કાર્યકરનું નામ ખુલ્યું, આવું છે પ્રકરણ

0
955

જામનગર અપડેટ્સ : ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર ખાતે માત્ર ૧૪ વર્ષની સગીરા પર આચરવામાં આવેલ દુષ્કર્મ સબંધે ભાજપના કાર્યકરની સંડોવણી સામે આવી છે. આ એ જ કાર્યકર છે જે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયો છે. અન્ય ત્રણ આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે જયારે ભાજપનો કાર્યકર હજુ ફરાર છે.

જામનગરમાં ગત સપ્તાહે સામે આવેલ ગેંગ રેપ સહિતના ચાર દુષ્કર્મના બનાવોને લઈને જીલ્લો બદનામ થયો છે ત્યાં ગીર સોમનાથ જીલ્લાના કોડીનારમાં પણ સગીરા પર દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. જેમાં કોડીનાર પોલીસ મથકમાં ૧૪ વર્ષની સગીરા સામે પહોચેલ તેણીની દાદીએ માસુમ પર દુષકર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ચાર આરોપીઓ સામે એફઆરઆઈ નોંધાવવામાં આવી છે. આ ચાર પૈકી પ્રવીણ ઝાલા નામનો સખ્સ ભાજપનો કાર્યકર હોવાનું સામે આવ્યું છે. પોલીસે સગીરાના મામા, નાની અને લીલી નામની મહિલાની અટકાયત કરી છે, જયારે ભાજપના કાર્યકર પ્રવીણ ઝાલા હજુ પોલીસને હાથ લાગ્યા નથી. આ એ જ ભાજપના કાર્યકર છે જેઓએ કોગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here