નથુ રામડા: જામનગરના વતની એવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાને આગામી આઈપીએલ સીજનમાં ચેન્નઈ સુપર કિંગ્સ ઈલેવન ટીમના સુકાની બનાવવામાં આવ્યા છે. ફોર્મર કેપ્ટન એમએસ ધોનીએ એકાએક કેપ્ટનશીપ છોડી સૌને ચોકાવી દીધા છે. રવીન્દ્રને સીએસકેનું નેતૃત્વ મળતા જ પરિવારમાં આનંદનું મોજું ફેલાઈ ગયું છે. લાંબા સમયની ક્રિકેટર કારકિર્દીએ રવીન્દ્રનું અનોખું ઘડતર કર્યું છે અને કેપ્ટનશીપ માટે મેચ્યોર છે એમ રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ જામનગર અપડેટ્સ સાથેની વાતચીતમાં જણાવી આગામી આઇપીએલ સીજનમાં રવીન્દ્રની આગેવાની નીચે સીએસકે જ ચેમ્પિયનશીપ જાળવી રાખશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ભારતીય ક્રિકેટના તમામ ફોરમેટના આધારભૂત ઓલરાઉન્ડર તરીકે સ્થાન પામેલ જામનગરના રવીન્દ્ર જાડેજાને આજે વધુ એક મોટી જવાબદારી મળી છે. રાજસ્થાન રોયલ ટીમથી પોતાની આઈપીએલ જર્ની શરુ કરનાર રવીન્દ્ર જાડેજાએ બાકીની તમામ સીજન ચેન્નઈ સુપર કિંગ સાથે જોડાયેલ રહ્યા છે. આઈપીએલની તમામ સીજનમાં પોતાની ટીમને ચેમ્પિયન બનાવવામાં રવીન્દ્ર જાડેજાએ કૌશલ્ય બતાવી જોરદાર પરફોર્મન્સ કર્યું છે.
કેપ્ટન ધોનીની આગેવાની નીચે ચાર વખત આઈપીએલ ટ્રોફી જીતી ચૂકેલ સીએસકેના કેપ્ટન પદેથી ધોનીએ એકાએક રાજીનામું આપી દીધું છે. ધોનીની જગ્યાએ ટીમે રવીન્દ્રને કેપ્ટનશીપ સોંપી છે. જેને લઈને રવીન્દ્રના પત્ની રીવાબાએ ખુજ જ ખુસી વ્યક્ત કરી રવીન્દ્રને કેપ્ટન બનવા બદલ અભિનદન પાઠવ્યા છે. જામનગર અપડેટ્સ સાથે વાત કરતા રીવાબાએ વધુ ઉમેર્યું હતું કે રવીન્દ્ર કેપ્ત્ન્શીપ માટે મેચ્યોર છે. મને આશા છે કે રવીન્દ્રની આગેવાની નીચે સીએસકે એમએસ ધોનીની ચેમ્પીયનશીપ જાળવી રાખશે. રવીન્દ્રને નવી જવાબદારી મળી છે ત્યારે પોતાની જવાબદારી બખૂબી નિભાવી સફળ થશે એવો આશાવાદ રીવાબાએ શેવ્યો છે. કેપ્ટનશીપ મળતા પરિવારમાં અનેરી ખુશી છવાઈ ગઈ છે.