EXCLUSIVE: જામનગર પોલીસે આર્મી જવાનની રાજસ્થાનથી કરી ધરપકડ

0
1710

જામનગર : પોતાની કુળદેવી અંગેની પોસ્ટ પર રાજસ્થાનના જેસલમેરમાં આર્મીમાં ફરજ બજાવતા એક સૈનિકને કોમેન્ટ કરવી ભારે પડી ગઈ છે. જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ મથકમાં થયેલ ફરિયાદ બાદ રાજસ્થાન પહોંચી જામનગર પોલીસે આર્મી જવાનની ધરપકડ કરી પરત ફરી છે.

ચેતવણી: સોશ્યલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાવે એવી પોસ્ટ કરતા પેલા વિચારજો.. કારણ કે…સાંભળો જામનગર એસપી, શુ કહે છે

તાજેતરમાં જામજોધપુર પોલીસ મથકમાં એક ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં એક હિંદુ સમાજની ચોક્કસ જાતિના કુળદેવી અંગેની સોશ્યલ મીડિયામાં કરવામાં આવેલ પોસ્ટ બાદ રાજસ્થાનના જેસલમેર ખાતે આર્મીમાં ફરજ બજાવતા જવાન કમલેશ જાદવે ધાર્મિક લાગણી દુભાય એવી કમેન્ટ કરી હતી. જે અનુસંધાને આજ જ્ઞાતિના એક આસામીએ જામજોધપુર પોલીસમાં ફોજદારી નોંધાવી હતી જેને લઈને ઇન્ચાર્જ એસપી નિતેશ પાંડે આરોપીની ભાળ મેળવવા પોલીસને કામે લગાવી હતી. પોલીસ તપાસમાં આરોપીનું લોકેશન રાજસ્થાનનું જેસલમેર આવ્યું હતું. જેને લઈને જામનગર પોલીસની એક ટુકડી રાજસ્થાન પહોંચી હતી જ્યાં કાયદાકીય પ્રક્રિયા બાદ આરોપી આર્મી જવાનનો વિધિવત કબજો મેળવી, જામનગર પરત ફરી હતી. જામનગર લઈ આવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઇન્ચાર્જ એસપી પાંડેયના જણાવ્યા અનુસાર સોશ્યલ મીડિયામાં કોઈની ધાર્મિક લાગણી દુભાય એવી પોસ્ટ કે કમેન્ટ ન કરવા અનુરોધ કર્યો છે. સામાજિક વાતાવરણ સુલભ બની રહે એવું વર્તન તમામ નાગરિકોએ કરી સામાજિક જવાબદારી નિભાવવા ઇન્ચાર્જ એસપીએ અનુરોધ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here