EXCLUSIVE: ઇન્ટરીમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીસીન ત્રણ માસમાં તૈયાર

0
824

જામનગર નજીક ખંભાલીયા રોડ પર ગોરધનપર ગામના સર્વે નંબરમાં ૩૫ એકર જમીનમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીસીનનું આવતી કાલે ખાતમુર્હુત થવા જઈ રહ્યું  છે. ત્યારે જામનગરમાં ઇટરા કેમ્પસ ખાતે વૈકલ્પિક સેન્ટરનું કામ શરુ કરી દેવામાં આવ્યુ  છે. રૂપિયા ૧૩.૫૦ કરોડના ખર્ચે ત્રણ માળનું આ બિલ્ડીંગ જુલાઈ માસના અંત સુધીમાં તૈયાર થઇ જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર ખાતે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીસીનનું  ખાતમુર્હુત કરવા પધારી રહ્યા છે…..૨૫૦ મીલીયન ડોલરના ખર્ચે તૈયાર થનારું આ સેન્ટરમાં વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે જોડાયેલ તમામ દેશની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિમાં અહીં  સંસોધન કરવામાં આવશે….

ડબ્લ્યુ એચ ઓ ના સીધા માર્ગદર્શ હેઠળ જામનગર નજીક ગોરધનપર ગામે સ્થાપિત થનાર આ સેન્ટર આગામી વર્ષમાં બની તૈયાર થઇ જશે….આ સેન્ટર તૈયાર થાય તે પૂર્વે જામનગરમાં વૈકલ્પિક સેન્ટરનું કામ શરુ કરી દેવામાં આવ્યું  છે…..રૂપિયા ૧૩૪૯ લાખના ખર્ચે વૈકલ્પિક સેન્ટરનું કામ શરુ થઇ ચુક્યું છે…આગામી જુલાઈ માસના અંતે આ બિલ્ડીંગ તૈયાર થઇ જશે….દિલ્લીની એજન્સી દ્વારા હાલ કામગીરીનો ધમધમાટ શરુ કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here