યસ મોબાઈલ વાળા રાજુએ ત્રણ લાખના ડબલ વસુલ્યા છતાં..

0
1241

જામનગરમાં ટાઉનહોલ પાસે મોબાઇલની દુકાન ધરાવતા એક યુવાનને પોતાની જરૂરિયાત માટે અંબર ચોકડી પાસે આવેલ યસ મોબાઈલ વાળા રાજુભાઈ ગોહિલ પાસેથી રૂપિયા ત્રણ લાખની રકમ પ્રતિ દિવસે ₹3,000 વ્યાજ પેટે આપવાની શરતે લીધેલા, રૂપિયા 8.40 લાખ ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર સખસે આ યુવાનને ધાકધમકી આપી હોવાની પોલીસે દતરે ફરિયાદ નોંધાઇ છે.

જામનગરમાં સુપર માર્કેટ પાસે આવેલ વાણંદશરીમાં રહેતા અને ટાઉનહોલ પાસે નિશિત મોબાઈલ નામની દુકાન ધરાવતા નિશ્ચિત સુરેશભાઈ મજેઠીયા નામના યુવાને આજથી દોઢ વર્ષ પૂર્વે પોતાના ધંધાની જરૂરિયાત માટે અંબર ચોકડી પાસે આવેલ યસ મોબાઈલ વાળા રાજુભાઈ ગોહિલ નામના શખ્સ પાસેથી ₹3 લાખની રકમ વ્યાજ એ લીધેલ હતી પ્રતિ લાખ દીઠ એક દિવસના 1000 એમ એક દિવસના 3000 રૂપિયા વ્યાજના ચૂકવવાની શરતે આરોપી રાજુભાઈએ નિશિતને ત્રણ લાખની રકમ આપી હતી. આ રકમ ઉપર નિશિતે 14 મહિના સુધી રૂપિયા 8,40,000 જેટલી રકમ ચૂકવી દીધી હતી ત્યારબાદ ધંધો નહીં ચાલતા 3 લાખની રકમ પણ ચૂકતે કરવામાં મુસીબત શરૂ થઈ હતી. જેને લઈને રાજુભાઈ અવારનવાર નિશિત પાસે આવીને રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા હતા જો રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખીશ એવી પણ રજુભાઈએ ધમકી આપી હતી. આ બનાવો અંગે નિષિતે આરોપી રાજુ ગોહિલ સામે ગુજરાત નાણાં ધીરધાર કરનાર અધિનિયમ તેમજ ધાક ધમકી આપીયા સંબંધની ફરિયાદ નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે , ચાર વર્ષ પૂર્વે પણ નિશિતે પોતાની ધંધાની જરૂરિયાત મુજબ આરોપી રાજુભાઈ પાસેથી ₹3લાખ આ જ રીતના વ્યાજે લીધા હતા અને સાત મહિના સુધી રૂપિયા 6.30 લાખ ચૂકતે કરી દીધા હતા ત્યારબાદ વધુ રૂપિયાની જરૂર પડતા ફરીથી ત્રણ લાખની રકમ વ્યાજે લીધી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

NO COMMENTS