ભૂકંપ ભરમારથી ભયભીત ભલસાણવાસીઓ, હિજરતની તૈયારી, બેફિકર તંત્ર

0
737

જામનગર : જામનગર જીલ્લામાં ખાસ કરીને કાલાવડ-જામનગર અને લાલપુર વચ્ચેના ગ્રામ્ય પંથકમાં છેલ્લા દોઢ માસથી સતત આવતા ભૂકંપના આંચકાઓથી ગ્રામજનો ભયભીત થઇ ગયા છે. સતત આવતા આંચકાઓ હાલ તો કાચાપાકા મકાનોને અસર કરી રહ્યા છે જો મોટો આંચકો આવે અને જાનહાની થાય તે પૂર્વે ગ્રામજનો હિજરત કરવાની તૈયારી કરી રહ્યા છે.

જામનગર જીલ્લામાં કેટલાય સમયથી ભૂકંપના આચકો આવી રહ્યા છે. જેમાં કાલાવડ પંથકના ગ્રામ્ય વિસ્તારમાંથી ઉદભાવતા આંચકાઓની અસર કાલાવડ, જામનગર અને લાલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી છે. જો કે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ અનહોની થવા પામી નથી. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં ભયનું લખલખું સવાર થઇ ગયું છે. જેમાં મોટી ભલસાણ ગામે લગભગ કાયમ શ્રેણીબંધ આંચકાઓ નોંધાઈ રહ્યા છે. આજે પણ બપોરે દોઢેક વાગ્યે ઉપરા ઉપરી આચકાઓ આવતા કાચા મકાનોની દીવાલો અને નળિયાને ક્ષતિ પહોચી હતી. ઉપરાઉપરી આચકાઓ આવતા ગામમાં ભય બેવડાયો હતોં અને તમામ ગ્રામજનો ઘર બહાર નીકળી ગયા હતા. બીજી તરફ ગ્રામજનોની માંગણી  મુજબ અહીં સીસ્મોગ્રાફી યંત્ર નહી મુકાતા અને ગામની મુલાકાત સુધ્ધા લેવામાં તંત્ર વામણું પુરવાર થતા હવે ગ્રામજનોએ હિજરત કરવાની તૈયારી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here