ભૂકંપ : મોડી રાત્રે સવા કલાકના ગાળામાં ચાર આચકાથી જામનગર ધણધણ્યું

0
823

જામનગર : ચાર દિવસ પૂર્વે જામનગરથી ૨૫ કિમી દુર કેન્દ્રિત સ્થળેથી ભુકંપ આવ્યા બાદ ગત રાત્રે વધુ ચાર આંચકા અનુભવતા થોડો ભય ફેલાયો છે. જો કે મોટા ભાગના નાગરિકોને આ ચારેય ધરતીકંપનનો અનુભવ થયો ન હતો. રાત્રે સવા કલાકના ગાળામાં આવેલ ચાર આંચકા પૈકી સૌથી મોટી તીવ્રતા ૨.૮ અને ન્યુનતમ તીવ્રતા ૨.૧ રહી છે. ચારેય ભૂકપનું કેન્દ્રબિંદુ કાલાવડ પંથક રહ્યું છે.

જામનગર જીલ્લાના પેટાળમાં ફરી કંપનનો શીલશીલો શરુ થતા ફરી ભયનો માહોલ ફેલાતો જાય છે. ચાર દિવસ પૂર્વે રાત્રે આવેલ ભૂકંપને લઈને શહેર-જીલ્લામાં અનેક વિસ્તારોમાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. કોરોનાની મહામારી વચ્ચે સતત ધરા ધ્રુજવી શરુ થઇ છે. ગઈ કાલે બપોરે ૨:૨૮, સાંજે ૫:૦૪ અને ૫: ૦૭ વાગ્યે અનુક્રમે ૨.૮, ૧.૫ અને ૩.૭ની તીવ્રતા ધરાવતા ભૂકપ આવ્યા હતા. આ ધરતીકંપનંં કેન્દ્રબિંદુ લાલપુરથી ૨૯ કિમી દુર નોંધાયું હતું. જયારે આજે મોડી રાત્રે જામનગરની ધરામાં માત્ર સવા કલાકના ગાળામાં ચાર વખત ચહલ પહલ થતા ભય બેવડાયો છે. ગત રાત્રે ૧૧:૧૯ વાગ્યે ૨.૮ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યોં હતો જેનું કેન્દ્રબિંદુ લાલપુરથી ૨૯ કિમી દુર કાલાવડ પંથકમાં દુધઈ ગામ નોંધાયું હતું. જયારે એક કલાક બાદ ૧૨:૧૮ વાગ્યે ૨.૨, ૧૨:૨૩વાગ્યે ૨.૪, ૧૨:૨૫ વાગ્યે ૨.૨ની તીવ્રતા ધરાવતા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ચારેય આંચકાનું કેન્દ્રબિંદુ પણ કાલાવડ તાલુકાનું બાંગા ગામ નોંધાયું છે. ફરી ફોલ્ટ લાઈન સક્રિય થતા જીલ્લામાં ભય ફેલાયો છે. પરંતુ ભૂકપની તીવ્રતા ખુબ જ નહિવત હોવાથી કોઈ નુકસાની થવા પામી નથી.

NO COMMENTS