ગુજરાતમાં ભૂકંપ: 2001ની વસમી યાદો ભય બનીને ઉપસી આવી

0
731

જામનગર: જામનગર સહિત રવિવારે રાત્રે 8.15 વાગ્યે ગુજરાતના અનેક શહેરોમાં તીવ્ર આંચકા અનુભવાયા છે. આજે રાત્રે 8.13 વાગ્યે ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગુજરાતમાં રિક્ટર સ્કેલ પર 5.5 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભુકંપની અસર રાજકોટ, અમદાવાદ, કચ્છ અને મોરબી પર પડી હતી. જામનગર, રાજકોટ અને જૂનાગઢમાં પણ લોકોએ આંચકા અનુભવાયા હતા. ભૂકંપને કારણે લોકો ગભરાઈને ઘરમાંથી બહાર આવી ગયા હતા.જામનગરમાં 4.7 રેક્ટરની તીવ્રતા હોવાનું ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ માંથી જાણવા માંજણાયું હતું અને તેનું કેન્દ્ર ભચાઉથી 13 કિ.મ. પૂર્વમાં છે. આજે સાંજે 8.13 વાગ્યે ગુજરાતના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપના કારણે લોકો ઘર બહાર તો દોડી આવ્યા હતા પરંતુ અનેક મકાનોમાં તિરાડો પડી ગઈ હતી. આ જ ભૂકંપે 2001ની વસમી યાદો તાજી કરી છે. એક તરફ કોરોના અને બીજી તરફ ચોમાસાની શરૂઆત વચ્ચે ભૂકંપ આવતા લોકોમાં ભય ફેલાયો છે. જામનગર જિલ્લામાં હજુ સુધી કોઈ મોટી દુર્ઘટના સામે આવી નથી.

NO COMMENTS