દ્વારકા : આડે આવેલ કુતરું ઉગારવા જતા કાર ખાબકી પાણીના ખાડામાં, ડૂબી જતા બેના મોત

0
839

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભીમરાણા ગામે ગઈ રવિવારે અકસ્માતનો ગોજારો બનાવ બન્યો છે. જેમાં કાર આડે આવેલ કુતરું તારવવા જતા રસ્તા નીચેના પાણીના ખાડામાં ખાબકેલી કારમાં સવાર પોરબંદરના મેર પરિવારના એક આધેડ મહિલા અને બાળકી સહીત બે ના ડૂબી જતા મૃત્યુ નીપજતા શોકનું મોજું ફરી વળ્યું છે.

અકસ્માતના આ બનાવની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા મંડળના ભીમરાણા ગામે રવીવારે સાંજે પાંચેક વાગ્યાના સુમારે જીજે ૧૦ એસી ૮૪૨૦ નંબરની  કાર મોગલમાતાના મંદિર પાસેથી પસાર થતી હતી ત્યારે એકાએક આડે કુતરું ઉતરતા ચાલક જીતેશભાઈ ગોઢાણીયાએ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર રોડ નીચે ઉતરી પાણીના ખાડામાં ખાબકી હતી, જેમાં કારમાં સવાર ચાલક ઉપરાંત અંદર બેઠેલ તેમના પત્ની, સબંધી ઇલાબેન, દીકરો પ્રિન્સ, સાસુ જમનાબેન અને સાસુના બેન હંસાબેન અને ભાણેજ વિશ્વા ડૂબવા લાગ્યા હતા.

આ બનાવના પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને બચાવ કાર્ય શરુ કર્યું હતું. જેમાં જીતેશભાઈ તેની પત્ની, ઇલાબેન અને દીકરો પ્રિન્સ થોડું પાણી પી જતા બેસુધ્ધ થઇ ગયા હતા. જયારે જયારે હંસાબેનની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. જયારે જીતેશભાઈની ભાણેજ વિશ્વા રામભાઈ દાસા ઉવ ૧૦ અને તેના સાસુ જમનાબેન વધુ પાણી પી જતા બંનેના મૃત્યુ નીપજયા હતા. આ બનાવની જાણ થતા જ પોલીસે સ્થળ પર પહોચી ભોગ્ગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. આ બનાવના પગલે મેર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પરિવાર પોરબંદરના નવા કુંભારવાડામાં રહેતો હોવાનું સામે આવ્યું છે.

NO COMMENTS