દ્વારકા: આને કહેવાય અધિકારી, મામલતદારે મધ્યસ્થી કરતા જ મામલો શાંત

0
880

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મીઠાપુર ખાતે આવેલ ટાટા કંપની હમેશા વિવાદમાં રહી છે કર્મચારીઓનો આંતરિક પ્રશ્ન હોય કે પછી કંપની દ્વારા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ફેલાતા પ્રદૂષણની બાબત હોય, કે પછી કંપની દ્વારા કેમિકલ યુક્ત છોડવામાં આવતા પાણીને લઈને પ્રદૂષણનો પ્રશ્ન હોય, આ તમામ બાબતે ટાટા કેમિકલ કંપની હંમેશા વિવાદમાં રહી છે ત્યારે વધુ એક વિવાદ સામે આવતા મામલતદારએ મધ્યસ્થી કરી છે. દ્વારકા મામલતદાર વી આર વરૂ પોષીત્રા ગામે દોડી ગયા હતા અને કંપનીના કર્મચારીઓ તથા ગ્રામજનો વચ્ચે વિવાદ વધુ ઉગ્ર ન બને તેવા પ્રયાસો હાથ ધર્યા હતા.

ઓખા મંડળના મીઠાપુરમાં આવેલ ટાટા કંપની આમ તો અવારનવાર વિવાદમાં રહે છે. ત્યારે આજે પોશીત્રા ગામે કંપની દ્વારા કરવામાં આવી રહેલ કામને લઈને ગ્રામજનો અને કંપનીના અધિકારીઓ આમને સામને આવી ગયા હતા. કંપની દ્વારા ગેરકાયદેસર રીતે જમીનનો ખોદાણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. આ ઉપરાંત કંપની દ્વારા છોડવામાં આવતા કેમિકલ યુક્ત પાણીના કારણે જમીન બંજર બન્યાની પણ ગ્રામજનોએ ફરિયાદો ઉઠાવી હતી. ગ્રામજનો અને કંપનીના અધિકારીઓ વચ્ચે થયેલા ગજગ્રહને લઈને દ્વારકા મામલતદાર વી આર વરુ ઘટના સ્થળે દોડી ગયા હતા.જ્યાં ગ્રામજનો અને કંપની કર્મચારીઓ વચ્ચે સ્પષ્ટ વાતચીત કરી મધ્યસ્થી કરી હતી.

મામલતદાર વી આર વરૂએ સ્થળ પર જ કંપની કર્મચારીઓને પાસેથી થઈ રહેલા કામગીરીના દસ્તાવેજી પુરાવા માંગી, લીઝ સંબધિત પરવાના આપવા તેમજ લિઝ મુદત પૂર્ણ થઈ હોય તો રીન્યુ અંગે અને ભાડું ભર્યું છે કે કેમ ? સહિતની તમામ વિગતો પુરી પાડવા આદેશ કર્યો હતો. જ્યારે ગ્રામજનોને પણ સ્પષ્ટ કર્યું છે કે પ્રદુષણ પ્રશ્ને જીપીસીબીને લેખિતમાં જાણ કરવામાં આવશે. આ ઉપરાંત તમામ કામગીરી અંગે જે તે વિભાગને જાણ કરવામાં આવશે. જેને લઈને બંને પક્ષ સહમત થયો હતો. આમ, મામલતદારના સમાધાનકારી વલણથી હાલ ઉગ્ર બનેલ મામલો થાડે પડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here