દ્વારકા: ટી સ્ટોલ સંચાલક બાળક પાસે કરાવતો હતો મજુરી, તંત્રએ કરી કાર્યવાહી

0
459

યાત્રાધામ દ્વારકામાં ભદ્રકાળી ચોક વિસ્તારમાં ચાની લારી સંચાલક સખ્સ બાળ મજુરી કરાવતા મળી આવ્યો છે. તંત્રએ લારી સંચાલક સામે બાળ શ્રમ પ્રથા નાબુદી અધિનિયમ મુજબ કાર્યવાહી કરી છે. તંત્રની કાર્યવાહીથી અન્ય વ્યાપારી સંસ્થાનો અને હોટેલ સંચાલકોમાં ફફડાટ ફેલાય ગયો છે. યાત્રાધામમાં આવેલ હોટેલોમાં અનેક સંચાલક બાળ મજુરી કરાવતા હોવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે તંત્ર આ દિશામાં કાર્યવાહી કરે એવી પણ માંગણી ઉઠી છે. બીજી તરફ જિલ્લા સમહર્તા દ્વારા કામગીરીને બિરદાવી તંત્રને ટકોર કરી બાળકના સારા ભવિષ્ય માટે પ્રયાસ કરવા સૂચન કર્યું છે.

યાત્રાધામ દ્વારકામાં આમ તો હોટેલ વ્યવસાય ફૂલ્યો ફાલ્યો છે. આ ધંધામાં અનેક બાળ મજુરોને જોતરવામાં આવ્યા હોવાની અનેક વખત ફરિયાદો ઉઠવા પામી છે છતાં તંત્રની નજર ઠરી ટી સ્ટોલ પર, ગઈ કાલે તંત્ર દ્વારા ભદ્રકાળી ચોક વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ચોકમાં આવેલ આવડ  ટી સ્ટોલમા પર એક બાળ મજુરને મજુરી કામમાં જોતરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને તંત્રની ટીમે સ્ટોલ સંચાલકને સમજાવી બાળકને મજુરી માંથી મુક્ત કર્યાવ્યો હતો. જયારે ટી સ્ટોલ સંચાલક રાણા આલાભાઇ માતકા રહે.નરસંગ ટેકરી દ્વારકા જી.દેવભુમી દ્વારકા વાળા સામે તંત્રએ બાળ શ્રમ પ્રથા નાબુદી અધિનિયમ ની કલમ નં.૦૩ અને કલમ નં.૧૪  મુજબ ફરિયાદ દાખલ કરાવી હતી. તંત્રની કાર્યવાહીથી યાત્રાધામ દ્વારકામાં અનેક વ્યાપારી એકમોમાં ફફડાટ ફેલાય ગયો હતો તો અમુક સંસ્થાનોને  આશ્ચર્ય પણ થયું કે બાળ મજુર નાબુદી માટે તંત્ર કામ પણ કરે છે કારણ કે આવા પ્રકારની કાર્યવાહી પ્રથમ વખત થઇ છે.

તંત્રની કામગીરીને દેવભૂમિ દ્વારકા કલેકટર શર્મા દ્વારા બિરડાવવામાં આવી હતી, સાથે સાથે તંત્રને પણ ટકોર કરતા કહ્યું હતું કે, ‘સરસ.. પણ એ બાળકને શૈક્ષણિક રીતે સમાવેશીકરણ કરીએ તો જ ફરી એ બાળશ્રમિક ન બને. સમાજસુરક્ષા અને શિક્ષણ ટીમ આ અંગે કાર્યવાહી કરી સંકલનમાં વાત કરે. કલેકટરના આ પ્રતિભાવને જિલ્લાના. નાગરિકોએ પણ વધાવી અભિગમની પ્રસંશા કરી છે.

NO COMMENTS