દ્વારકા: સવા લાખની લાંચ લેતા પકડાયા તલાટી

0
12204

જામનગર: દેવભૂમી દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામના મહિલા તલાટીએ કાયદેસરની કામગીરી માટે એક આસામી પાસેથી સવા લાખની લાંચ માંગી, આ લાંચ સ્વીકારતા વચેટિયા અને મહિલા તલાટીને એસીબીએ કોર્ડન કરી કાર્યવાહી હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હર્ષાબેન આલાભાઇ કારેણા રહે. જામ ખીરસરા ગામ તા. જામ કલ્યાણપુર જી દેવભૂમિ દ્વારકા વાળાએ ખીરસરા ગામના એક નાગરિકે પિતાના નામનો પોતાના ગામ જામ ખીરસરામા આવેલ પ્લોટ નં.૨૯નો  ગામ નમુના નંબર-૨ નો દાખલો કઢાવવા રૂ.૧૨૫૦૦૦ માંગણી કરી હતી.  તલાટી હર્ષાબેને દાખલો કાઢી આપવાની બાહેધરી આપી લાંચની રકમ રાવલ ગામે વેપાર કરતા ખીરસરા ગામના જયસુખભાઇ ઉર્ફે જલો અરજણભાઇ પીપરોતર વાળાને આપી દેવા કહ્યું હતું. જો કે ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ના હોય જેથી તેઓએ દેવભુમી દ્રારકા એ.સી.બીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. આ ફરીયાદ આધારે ખંભાલીયા એસીબીએ લાંચના છટકાંનુ આયોજન કર્યું હતું. જેમાં ગઈ કાલે રવિવારે ફરિયાદીની દુકાન ચામુંડા ઇલેક્ટ્રીકની સામે, ગાત્રાળ ઇલેક્ટ્રીક નામની  દુકાન બહાર ઓટલા ઉપર રૂપિયા સવા લાખની લાંચ લેતા વચેટિયા જલાને એસીબીએ રંગે હાથ પકડી પાડ્યો હતો. જેને લઈને એસીબીએ તાત્કાલિક તલાટી મંત્રી હર્ષાબેનના ઘરે પહોહી તેઓની પણ ધરપકડ કરી હતી.

બીજી તરફ દ્વારકા એસીબીની કાર્યવાહી પણ એવી જ શંકાના દાયરામાં આવી છે. કારણ કે એસીબીએ એક માત્ર વચેટિયાનો ફોટો જ મીડિયામાં પ્રસિદ્ધ કર્યો છે. પણ મહીલા તલાટીનો બચાવ કર્યો છે અન્ય ટ્રેપ વખતે આવું બનતું નથી પણ આ ટ્રેપમાં કેમ મહીલા તલાટીનો બચાવ કરવામાં આવ્યો છે ? એ વિચારવા જેવી બાબત છે. એસીબીએ આમ કરીને ખુદ બ્રાંચ પરનો લોકોનો જે વિશ્વાસ છે તેને ડગમગ થવા મજબુર કર્યો છે.

NO COMMENTS