દ્વારકા: સુરતના યાત્રાળુ પરિવારની કાર જેસીબી સાથે અથડાઈ, મહિલાનું મોત

0
577

દેવભૂમિ દ્વારકા જિલ્લાનાના દ્વારકા નજીક લીંબડી રોડ પર પસાર થતી એક કાર જેસીબી સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મૃત્યુ નીપજ્યું છે. સુરત રહેતો બિન ગુજરાતી પરિવાર યાત્રાધામના દર્શન કરી પરત ફરતો હતો હતો ત્યારે બનાવ બન્યો હતો. પોલીસે કાર ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા નજીક લીમડી માર્ગ પર યાત્રાળુ પરિવારની કાર દેવ દર્શન કરી પરત ફરતી હતી ત્યારે પુર ઝડપે દોડતી કાર જેસીબી સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ગત તા. ૧૧/૦૭/૨૦૨૩ ના રોજ સાંજે સાડા પાંચેક વાગ્યે દ્વારકાથી ૨૦ કિમી દુર દ્વારકા –લીંમડી હાઇવે રોડ ,મીઠાના અગર પાસે હાઇવે રોડ પર પસાર થતી એક કાર આગળ જતા જેસીબી સાથે જોરદાર રીતે અથડાઈ હતી. જેમાં કારમાં સવાર જયોતીબેનને શરીરે ગંભીર જીવલેણ ઇજાઓ પહોચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જયારે કારમાં સવાર રૂદ્રભાઇ તથા વંદનાબેન તથા સીતાબેન તથા સુભાષદાસને ઓછી વતી ઈજાઓ પહોચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં નીરજકુમાર કપિલેશ્વર મલ્લીક રહે-કવાસ ,૮૮ રેસીડેન્સી ઇસ્છાપુર સુરત –હજીરા રોડ સુરત વાળાએ કાર ચાલક સુભાષ દાસ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતાના સાળા તથા તેમના પત્ની તથા સાઢુભાઇ રૂદ્રદાસ તથા તેમના પત્ની તથા પોતાની પત્ની જયોતીબેનને પોતાની ટાટા માઝા ગાડીમા બેસાડીને યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકા દર્શને લઇ આવ્યા હતા. ગઈ કાલે સવાર ના ઓખાબેટ દ્વારકા ખાતે દર્શન કરી તમામ પરત આવતાં હતા ત્યારે તેઓના સાળા સુભાષ દાસએ ગાડી પુરઝડપે ,બેફીકરાઇ અને ગફલતભરી રીતે ચલાવી આગળ જતા જે.સી.બી ની પાછળ  અથડાવી દઇ, પોતાને તથા રૂદ્રભાઇ તથા વંદનાબેન તથા સીતાબેનને શરીરે માથાના ભાગે ઈજા પહોચાડી હતી. આ બનાવ અંગે ફરિયાદ નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

NO COMMENTS