કરુણતા: દીકરાએ પ્રેમ લગ્ન કરી લેતા ડિપ્રેશનમાં આવી ગયા માતા..

0
769

દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકામાં
ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા એક યુવાને પોરબંદરની યુવતી સાથે પ્રેમ લગ્ન કરી લેતા માતા ડિપ્રેશનમાં આવી ગયા હતા. જેને લઈને તેણીએ જીવતર ટૂંકાવી લીધું છે. અન્ય જ્ઞાતિની યુવતી સાથે પુત્રએ કરેલ લગ્નને લઈને સતત તણાવ અનુભવી રહેલ માતાએ ગળાફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો હોવાની વિગતો જાહેર થઈ છે.

પુત્રએ કરેલ પ્રેમ લગ્નને લઈને તેની માતાએ જીવતરનો અંત આણ્યો છે. જેની વિગત મુજબ, દ્વારકામાં ટીવી સ્ટેશન દરબાર પાળા ની બાજુમા આવેલ હનુમાન મંદિર વાળી શેરીમાં રહેતા ધનીબેન રાણાભાઇ લખમણભાઇ ચાનપા ઉવ 55 નામના પ્રૌઢ મહિલાએ ગત તા. 24મીની રાત્રે કોઈ પણ સમયે પોતાના ઘરે રૂમના છતના પંખાના હુકમા દોરી વડે ગળેફાંસો ખાઇ આપધાત કરી લીધો હતો. આ બનાવ અંગે તેણીના પતિ રાણાભાઇ લખમણભાઇ ચાનપાને સાવરે જાણ થઈ હતી. જેને લઈને તેઓ સ્થાનિક પોલીસમાં જાણ કરી હતી.

પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકનો કબજો સંભાળી, હોસ્પિટલ ખસેડી કાનૂની વિધિ પર પાડી હતી. પોલીસે તેણીના પતિનું નિવેદન નોંધ્યું હતું. જેમાં પોતાના દિકરાએ આશરે એકાદ મહીના પહેલા પોરબંદરની મેર જ્ઞાતીની છોકરી સાથે ભાગીને લગન કરી લીધા હતા. ત્યારથી મૃતક ડિપ્રેશનમા રહેતા હતા. પુત્ર એ કરેલ પ્રેમ લગ્નને લઈને ડિપ્રેશનના કારણે મનમા લાગી આવતા તેણીએ પોતે પોતાના હાથે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હોવાનું જાહેર થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here