દ્વારકા : રામ મંદિર શિલાન્યાસ બાબતે શારદાપીઠના સ્વરૂપાનંદ સરસ્વતીએ કહ્યું કે….

0
632

જામનગર : હાલ રામમંદિર શિલાન્યાસને લઈને અલગ અલગ સંતો-મહંતોએ પોતાના પ્રતીભાવ રજુ કર્યા છે. જેમાં દ્વારકા શરદાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ પોતાની લાગણી દર્શાવી મંદિર નિર્માણની ભાવનાને બિરદાવી છે. સાથે સાથે મૂહર્તની ઘડીને અશુભ ગણાવી છે.

છેલ્લા સાડા ત્રણ દાયકાઓથી બાબરી મસ્જીદ અને રામમંદિરનો મુદ્દો સમગ્ર દેશમાં ચર્ચાતો રહ્યો છે. ભાજપા દ્વારા અયોધ્યામાં રામ મંદિર મુદ્દે અનેક ચુંટણીઓમાં ફતેહ મેળવી છે ત્યારે હવે રામ મંદિર નિર્માણનો માર્ગ મોકલો થયો છે. તાજેતરમાં પ્રધાન મંત્રી દ્વારા કરવામાં આવેલ શિલાન્યાસની જાહેરાતને લઈને હવે અંતિમ વખત રામમંદિર મુદ્દો ચર્ચામાં આવ્યો છે. શિલાન્યાસની તિથીને લઈને જુદા જુદા મતમતાંતરો સામે આવ્યા છે. આજે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ પોતાનો મત દર્શાવ્યો છે.

‘હું તો રામભક્ત છું એમ કહી સ્વરૂપાનંદએ રામ મંદિર કોઈ પણ બનાવે આનંદ જ થાય,એમ કહ્યું હતું. સાથે સાથે મંદિર યોગ્ય રીતે બનાવવામાં આવે એ જરૂરી છે, હાલ શિલાન્યાસ તિથી નક્કી કરવામાં આવી છે તે અશુભ ઘડી છે એમ કહી સ્વરુપાનંદ સરસ્વતીએ દાવો કર્યો છે કે આ પણ એક દગો જ છે,કારણ કે અગાઉ ચંપકલાલે શિલાન્યાસ કરી જ લીધો છે. હાલ ઔપચારિક રૂપથી જ પ્રધાન મંત્રીને બોલાવવામાં આવી રહ્યા છે. એના વિષે પ્રધાનમંત્રીએ જ ચોખવટ કરવી જોઈએ.  આ મુદ્દાને સાર્વજનિક બનાવી, બધાયની સહમતીથી શિલાન્યાસ કરવો જોઈએ એમ અંતે તેઓએ લાગણી દર્શાવી છે.

NO COMMENTS