દ્વારકા: બેરાજા ગામે જન સભા, એક જ અવાજે તમામે કર્હ્યું ‘હાલારની દીકરી હેટ્રિક મારશે અમે બનશું સહભાગી’

0
765

ખંભાલીયા: દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા તાલુકાના બેરાજા ગામે લોકસભાના ભાજપાના ઉમેદવાર પુનમબેન માંડમનું પ્રચાર જુંબેશ દરમિયાન ભવ્ય સ્વગાત કરવામાં આવ્યું હતું અને જિલ્લા પંચાયતની આ બેઠક પરના ગામડાઓના તમામ આગેવાનોએ હાલારની દીકરીને વધાવી લઇ ત્રીજી વખત દિલ્લી મોકલવાના કોલ આપ્યા હતા.

બેરાજા ગામ ખાતે ૧૨ લોકસભાના ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમની સભા નું આયોજન કરવામાં આવેલ. માનનીય સાંસદ તથા ૧૨ લોકસભાના ઉમેદવાર અને હાલારની દીકરી પૂનમબેન માડમએ બેરાજા ગામ ખાતે ચાર બારા જિલ્લા પંચાયત સીટના આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ગ્રામજનો સાથે મુલાકાત કરેલ. આ તબ્બકે શ્રી પૂનમબેન માડમએ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેતૃત્વ અંતર્ગતની કેન્દ્રસરકાર દ્વારા જીવનને સરળ બનાવવામાં સહાયરૂપ થનારી અનેકવિધ યોજનાઓ ની ચર્ચા કરેલ, તથા ફરી એકવાર જંગી બહુમતી થી ચૂંટવા હાકલ કરેલ. તેઓ એ ભારત દેશ ની તથા ૧૨ લોકસભા સીટની હેટ્રિક વિજય માં જંગી મતદાન કરી સહભાગી બનવા હાકલ કરી હતી. આ હાકલને તમામે વધાવી લઇ હાલારની દીકરી પુનમબેન માંડમને ત્રીજી વખત દિલ્લી મોકલવામાં સહભાગી બનવાના કોલ આપ્યા હતા.


હાલારની દીકરી પુનમબેન માડમનો કાફલો જયારે બેરેઅજા ગામે પહોચ્યો ત્યારે અદમ્ય ઉત્શાહથી હાજર અબાલ વૃદ્ધ તમામેં બેનનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. સભામાં લોકસભાના સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મિનિસ્ટર મુળુભાઈ બેરા, દેવભૂમિ જિલ્લા પ્રમુખ મયુર ગઢવી, વિસ્તારક નટવરભાઈ પટેલ સહીત ભારતીય જનતા પાર્ટીના જામનગર જિલ્લાના હોદેદારો, પદાધિકારીઓ, ગ્રામજનો, અગ્રણીઓ, સામાજિક સંસ્થાના પ્રમુખો વગેરે બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here