દ્વારકાના પ્રાંત અધિકારી ભેટારીયા કોરોનાગ્રસ્ત

0
1103

જામનગર : દેવભૂમિ દ્વારકા જિલાના દ્વારકામાં કોરોનાનું સંક્રમણ હવે સરકારી અધિકારીઓ સુધી પહોચ્યું છે. આજે દ્વારકાના પ્રાંત અધિકારી નિહાર ભેટારિયાનો રીપોર્ટ પોજીટીવ આવ્યો છે. છેલ્લા એક દિવસથી શરદી જેવા લક્ષણને લઈને અધિકારીએ રીપોર્ટ કરાવ્યો હતો જે પોજીટીવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોરોનાનું લોકલ સંક્રમણ હવે ગતી પકડી રહ્યુ છે. જયારે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કોરોના પ્રવેશી ચુક્યો હતો ત્યારે એક માત્ર દ્વારકા અને અમરેલી જ બાકાત રહ્યા હતા. ત્યારબાદ દ્વારકા પણ બાકાત ન રહેતા એક બાદ એક દર્દીઓ સામે આવ્યા છે. હાલ લોકલ સંક્રમણને લઈને વહીવટી પ્રસાસન ખુદ મેદાને પડ્યું છે ત્યારે આ જ ટીમના યોધ્ધા એવા દ્વારકા પ્રાંત અધિકારી નિહાર ભેટારિયાનો રીપોર્ટ પોજીટીવ આવ્યો છે.

જેને લઈને પ્રાંત કચેરીમાં હડકંપ મચી ગયો છે. આરોગ્ય તંત્ર દ્વારા પ્રાંત ઓફીસ સેનેતાઈઝ અને અધિકારીના સંપર્કમાં આવેલ તમામ સ્ટાફના નમુના લેવા તેમજ ક્વોરેન્ટાઇન કરવા કાર્યવાહી હાથ ધરી છે. દ્વારકા જીલ્લાની કુલ વાત કરીએ તો આજે ખંભાલીયામાં વધુ બે અને એક દ્વારકા સહીત કુલ ત્રણ દર્દીઓ પોજીટીવ જાહેર થયા છે. અત્યાર સુધીમાં દ્વારકા જીલ્લામાં ૩૭ દર્દીઓ નોંધાયા છે. જેમાં જામનગરમાં સારવાર દરમિયાન બે દર્દીઓના મૃત્યુ થયા છે.

NO COMMENTS