જામનગર : દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચને પર્યટક સ્થળ તરીકે ડેવલોપ કરવા માટે રાજ્ય સરકાર જ્યારથી જાહેરાત કરવામ આવી છે ત્યારથી અહિંની જમીનોના ભાવો આસમાને પહોંચયા છે. જેને લઈને સ્થાનિક ભુમાફીયાઓ સક્રિય થયા છે. આવી જ એક મોટી લાલચના જોમમાં આવી રાજકીય આગેવાનો સહીતના સખ્સોએ જમીન કૌભાંડને આકાર આપવા જઈ રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના શિવરાજપુર ગામના સર્વે નં. ૧૪૫ જેના નવા રે.સ.નં. ૦૯ વાળી જગ્યા હાલના કબજેદાર દ્વારા તા. ૪/૧૧/ ૨૦૧૦ના રોજ જમીન રજી. દસ્તાવેજ નંબર ૪૪૭૬થી વેંચાણ દસ્તાવેજથી ખરીદ કરેલ છે. અને આ જમીનમાં કાયદાકીય બાબતોને લઈને વિવાદ પણ ઉભો થયો છે. બીજી તરફ આક્ષેપ કરવામ આવી રહ્યા છે કે ખરીદનાર પાર્ટી પર યેનકેન પ્રકારે ખોટી રીતે કાયદાનો દંડો ઉગામવામાં આવી રહ્યો છે. જો સુત્રોનું માનવામાં આવેતો ચોકકસ ભુમાફિયાઓ, સરકારી બાબુઓ, વકીલ તેમજ કંપની સાથે સંકળાયેલ કોન્ટ્રાકટર સહિતનાઓએ મળીને જમીન પચાવી પાડવા પ્લોટ રચી લીધો છે. આ સમગ્ર જમીન કૌભાંડની જરૂરી આધાર પુરાવાઓ સાથે જે તે સખ્સો સામે ઉચ્ચસ્તરીય રજુઆતો કરવા તજવીજ શરુ કરવામાં આવી છે. આગામી સમયમાં આ જમીન કૌભાંડમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે એમ પણ જાણકારોએ મત દર્શાવ્યો છે.