દ્વારકા: નરાધમે રાત્રે સાડા બાર વાગ્યે યુવતી પર ગુજાર્યો બળાત્કાર

0
1638

જામનગર અપડેટ્સ: પવિત્ર યાત્રાધામ દ્વારકામાં એક સખ્સ દ્વારા જધન્ય કૃત્ય સામે આવ્યું છે. જેમાં ઘરમાં રહેલ યુવતી પર બળજબરી કરી મધરાત્રીના તેણીને હેરાન કરી, બાવડું પકડી ઘરમાં દોડાવી, તેણીની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. બીજા દિવસે નિસહાય તેણીનીએ પોલીસ દફતર પહોચી નરાધમ સામે બળજબરી પુર્વેક શારીરિક સબંધ બાંધવા સબંધિત ફરિયાદ નોંધાવી છે.

ચાર ધામ પૈકીના એક એવા દ્વારકા ખાતેથી સર્મસાર કરી મુકે એવી ઘટના સામે આવી છે. જેમાં યાત્રાધામના ચોક્કસ વિસ્તારમાં રહેતા એક પરિવારની પુત્રી ગત તા.૧૬/૦૧/૨૦૨૫ના રોજ ઘરે હતી ત્યારે તેણીની સાથે જ રહેલ આરોપી વિપુલ દિનેશભાઈ બારાઈ નામના સખ્સ પર વાસનાનો કીડો સવાર થયો હતો અને મધરાત્રીએ તેણીની પર નજર બગાડી હતી. રાત્રીના આશરે સાડા બારેક વાગ્યાના અરસામા વિપુલે તેણી સાથે અડપલા કરવા શરુ કર્યા હતા અને વાત છેડતી સુધી પહોચી હતી. ત્યારબાદ પોતાનો વાસના સંતોષવાનો ઈરાદો પાર પાડવા અને તેણીની આબરૂ લેવાના ઇરાદે વિપુલ આગળ વધ્યો હતો.

વિપુલે પોતાની વાસના સંતોષવા તેણીના કપડા ઉતારી,  બાવળું પકડી તેણીને ઘરમા દોડાવી હતી ત્યારબાદ બાથરૂમમા લઇ જઇ આરોપીએ તેણીની ઇચ્છા વિરૂધ્ધ તેના ઉપર સંભોગ (બળાત્કાર) ગુજાર્યો હતો. આ બનાવને લઇ રાત્રીથી સુનમુન થઇ ગયેલ તેણીએ સવારે આરોપીને સબક સીખાડવા અને ન્યાયની આશાએ પોલીસ દફતર સુધી પહોચી ફરિયાદ કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો હતો. જેને લઈને તેણીએ પોલીસ દફતર પહોચી પોતાની સાથે રાત્રે ઘટેલ ઘટના અંગે વિગતવાર જાણ કરી હતી. જેને લઈને પોલીસે આરોપી વિપુલ બારાઈ સામે ફરિયાદ નોંધી ધરપકડ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન પોલીસે તેણીની સાથે શારીરિક સબંધ અંગેની પુષ્ટિ કરવા તેણીનું મેડીકલ પરીક્ષણ કરવા સબંધિત કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here