જામનગર : દ્વારકા જિલ્લામાં સરકાર દ્વારા મોકલવામાં આવેલ 4700 જેટલો કોવિશિલ્ડ વેકસીનનો જથ્થો સુરક્ષિત સરકારી હોસ્પિટલમાં આવ્યા બાદ આજે આરોગ્ય વિભાગના કર્મચારીઓને પ્રથમ વેકસીનનો ડોઝ આપવાની શરૂઆત થઈ હતી સાસંદ પૂનમબેન માડમની હાજરીમાં આજે પ્રથમ વેકસીનની રસીકરણ નો ડોઝ ડો.હરિસ મટાણીને આપવામાં આવ્યો હતો.
તેઓએ ડોઝ લીધા બાદ માહિતી આપતા જણાવ્યું કે ડોઝ સંપૂર્ણ સુરક્ષિત છે. કોઈ આડઅસર નથી લોકોએ ગભરાવાની જરૂર નથી લોકોએ ભ્રમિત થવાની જરૂર નથી લોકોએ ચિંતા મુક્ત આ રસીકરણ કરાવવું જોઈએ, સરકારે પ્રથમ વેકસીન ડોઝ આરોગ્ય વિભાગના કર્મચારીઓ માટે મોકલવા માટે સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. દ્વારકા જિલ્લામાં ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં પ્રથમ 4700 કોવિશિલ્ડ વેકસીનના ડોઝ આવી ગયા છે. પહેલા તબક્કામાં જિલ્લાના 3843 આરોગ્ય કર્મચારીઓને આ ડોઝ અપાશે આ માટે તમામ આરોગ્ય કર્મચારીઓને તાલીમ આપી દેવામાં આવી છે વેકસીન સુરક્ષિત છે કોઈ આડઅસર નથી લોકોએ ગભરાવાની જરૂર નથી વેકસીનની તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે. લોકોને આજે એક સારો વેક્સિનનો આ સંદેશ સૌને પહોંચાડવા માટેનો આ પ્રયાસ કહી શકાય કેમ કે હાલ લોકોમાં અલગ અલગ વિચારો વેકસીનને લઈ જોવા મળી રહ્યા છે.
જેમાં અમુક લોકો એવા છે જેમને વેક્સિન લેવી છે, બીજા એવા પણ લોકો છે જેમને વેક્સિન નથી લેવી અને ત્રીજા એવા લોકો છે જે બીજાને કાંઈ ન થાય તો વેક્સિન લેવી છે ત્યારે આજે આરોગ્ય વિભાગના કર્મચારીઓએ આ વેકસીનનો ડોઝ લઈ બીજા લોકો માટે પ્રેરણા પુરી પાડી છે છે એમ સાંસદ પુનમ માડમે જજાવ્યું હતું. આરોગ્યકર્મીઓ આજે વેક્સીન લઇ રહ્યા છે ત્યારે તંત્ર પણ આશા રાખી રહ્યું છે કે વેકસીનને લઈ લોકોમાં ખોટો ડર કે ભ્રમ નહીં રહે અને કોરોના સામેની આ લડાઈ ગુજરાત અને ભારત લોકોને સાથે રાખી જલ્દી જીતશે એમ તેઓએ ઉમેર્યું હતું.