દ્વારકા : પાણીમાં ગરકાવ યાત્રાધામનું ટ્રેક્ટરમાં બેસી નિરીક્ષણ કરતા સાંસદ પૂનમબેન માડમ

0
778

જામનગર : જામનગર અને દેવભૂમિ દ્વારકા છેલ્લા એક સપ્તાહમાં ભારે વરસાદ પડ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જીલ્લામાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે. યાત્રાધામ દ્વારકાના નીચાણ વાળા વિસ્તારો અને બજાર હાલ પણ પાણીમાં ગરદ છે ત્યારે નાગરીકો અને વેપારીઓના દુખમાં સહભાગી થવા તેમજ પાણીનો નિકાલ કરવાનું સુચારુ આયોજન કરાવવા બંને જીલ્લાના સાંસદ પુનમબેન માડમ આજે દ્વારકાની મુલાકાત લીધી હતી. જામનગરના સાંસદ માડમે ટ્રેકટરમાં બેસી સ્થળ નિરીક્ષણ કરી પરિસ્થતિનું જાત નિરીક્ષણ કર્યું હતું.

દેવભૂમિદ્વારકા જિલ્લાના તીર્થક્ષેત્ર દ્વારકામાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર ખૂબજ પાણી ભરાયા અને ખૂબજ હાલાકી ભરી પરિસ્થિતિનું નિર્માણ થયુ  હોઇ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમએ દ્વારકાના પાણી ભરાયેલા વિસ્તારોનું સ્થાનિક આગેવાનો સાથે જાત નિરીક્ષણ કર્યુ હતુ અને ટ્રેક્ટરમાં બેસીને તેમજ પાણી ભરાયેલા વિસ્તારોમાં ચાલીને જઇ તમામ વિગતો મેળવી હતી  તેમજ પાણી નિકાલ જલદી થાય તેમજ પમ્પીંગ થી ડીવોટરીંગ કાર્યવાહી પણ જલદી થઇ શકે તે તમામ બાબતોની દરેક પાસઓની સઘન સમીક્ષા કરી હતી તેમજ અધીકારીઓ અને પદાધીકારીઓ સાથે બેઠક પણ કરી હતી

NO COMMENTS