પબુભાને એક ધક્કે ખસેડી દેનાર એ યુવાન કોણ છે ? જાણો

0
2935

જામનગર : કૃષ્ણ, કૃષ્ણ વંશ અને બલરામ વિષે મોરારીબાપુની વ્યાસપીઠેથી થયેલ ટીપ્પણીઓને લઈને વાયરાર થયેલ વિડીઓથી છેલ્લા બાર-તેર દિવસથી રાજ્ય સહિત દેશભરમાં ભારે વિવાદ સર્જાયો હતો. દ્વારકા કૃષ્ણવંશના યુવાનોના કાન્હા વિચાર મંચ દ્વારા કરવામાં આવેલ વિરોધ બાદ આહીર અગ્રણીઓની મધ્યસ્થી મોરારીબાપુને છેક દ્વારકા સુધી લાવી હતી. ગુરુવારે બપોર બાદ મોરારીબાપુ દ્વારકા આવી મીડિયાને સંબોધન કર્યું  હતું અને જે તે કથન અંગે લાગણી દુભાયાની વાતને લઈને ફરી માફી માંગી હતી. આ ચેપ્ટર પૂર્ણ થયું અને મંચ વિખેરાય તે પૂર્વે દ્વારકાના કદાવર નેતા અને પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક ઘસી આવ્યા હતા અને મોરારીબાપુ સામે ગેરવ્યાજબી શબ્દો ઉચ્ચારી દોટ મૂકી હતી. આવો વિડીઓ ગઈ કાલથી ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેવા પબુભાએ મોરારીબાપુ સામે દોટ મૂકી કે તુરંત સાંસદ પુનમ માડમ ઢાલ બનીને ઉભા થઇ પબુભાને રોકવા પ્રયાસ કર્યો, પૂનમબેન પ્રયાસ કરે ત્યાં જ સામેથી એક યુવાન ઘસી આવે છે અને પબુભાને એક જ સેકન્ડમાં મોરારીબાપુથી દુર ખદેડી મુકે છે. આ ઘટના સમયે પૂનમબેન પબુભાને કહે છે બાપુ, મારા સમ છે…બાપુ મારા સમ છે…પણ જે યુવાને પબુભાને વાળી લીધા એ કોણ છે ? એવો સવાલ ગત રાત્રીથી ચર્ચાઈ રહ્યો છે. આ યુવાનનું નામ છે લવકુભાઈ વાળા, આ કાઠી યુવાન અમરેલીના હાલરિયા ગામનો રહેવાસી છે અને બાપુના અંગત સ્નેહીજનો સાથે જોડાયેલ છે. લવકુભાઈ અને બાપુના પરમ સ્નેહી ભરતભાઈ ડેર વચ્ચે ગાઢ મિત્રતા છે. આ ઘટના સમયે ભરતભાઈ બાપુની આગળ ઢાલ બની રહ્યા હતા જયારે લવકુભાઈએ પબુભાનો પ્રતિકાર કર્યો હતો. પબુભા મોરારીબાપુ પર હુમલો કરે તે પૂર્વે હિમ્મતવાન યુવાને તુરંત દુર ધકેલી દીધા હતા અને આ ઘટનાને મોટું રૂપ ધારણ કરતા વાળી લીધી હતી.

NO COMMENTS