દ્વારકા: પ્રેમી પંખીડા એક સાથે આપઘાત કર્યો, કોણ છે બંને?

0
1214

જામનગર: દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામે સીમ વિસ્તારમાં એક સાથે ઝેરી દવા પી પ્રેમી પંખીડાએ આપઘાત કરી લીધો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. દ્વારકા જિલ્લાના જ બંને યુવા હૈયાઓ વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા બાદ એક થવાનું શક્ય નહી લાગતા અને સમાજ એક થવા નહી દ્યે એવું લાગતા સજોડે આપઘાત કરી લીધો હોવાનું હાલ પોલીસમાં જાહેર થયું છે. આ બનાવના પગલે નાના એવા ગામમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

દેવભૂમિ  દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામે સીમ વિસ્તારમાં એક જ ખેતરમાં બે યુવા હૈયાઓના મૃતદેહ પડ્યા હોવાની સ્થાનીક પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જો કે  પોલીસ પહોચે તે પૂર્વે ગ્રામજનોના ટોળા ઘટના સ્થળે પહોચ્યા હતા. પોલીસે ટોળાને વિખેરી બંનેના દેહને કબજે કર્યા હતા. પ્રાથમિક વિગત મુજબ યુવાનનું  નામ હિરેન અને જશુ નામની  યુવતી હોવાનું સામે આવ્યું છે. બંને એક જ ગામના હોવાનું અને બંને વચ્ચે પ્રેમ પાંગર્યા બાદ સમાજ એક થવા નહી દ્યે અને આ જન્મમાં સાથે નહિ રહી શકાય એમ લાગતા બંનેએ એક સાથે આપઘાત કરી લીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ બનાવના પગલે પોલીસે બંનેના વાલીઓનો સંપર્ક કર્યો છે. બનાવના પગલે પંથકમાં શોકનું મોજું ફરી  વળ્યું છે.

NO COMMENTS