દ્વારકા : પાડોસી યુવતી સાથે પરિચય કેળવી યુવાને મેરેજ સર્ટીમાં સહી કરાવી લીધી, પછી થયું આવું

0
738

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકામાં જ એક સખ્સે પાડોશમાં રહેતી યુવતી સાથે પરિચય કેળવી, ફોસલાવી મેરેજ સર્ટીફિકેટ પર સહી કરાવી લઇ પરાણે ઘરે લઇ જવા દબાણ કરી ધાક ધમકી  આપી હોવાની યુવતીએ જ દ્વારકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

ક્યારેક ધાર્મિકતાને લઈને તો ક્યારેક અધમતાને લઈને દ્વારકા હમેશા ચર્ચામાં રહ્યું છે. આ વખતે વધુ એક વખત એક સખ્સના કરતુતને લઈને ચર્ચામાં આવ્યું છે. જેની વિગત મુજબ, શહેરમાં રહેતી દિપાલીબેન ભરતભાઈ અગ્રાવત નામની યુવતી સાથે પાડોસમાં રહેતા ધવલ દિનેશભાઈ બદીયાણી નામના સખ્સે પરિચય કેળવી લીધો હતો. ત્યારબાદ ઓળખાણ થતા તેની સહી લઇ મેરેજ સર્ટી તૈયાર કરી અને બાદ અને મારા ધરે નહી આવી તો જાન થી મારી નાખવાની ધમકી આપી અને તારા ફોટા સોશીયલ મીડીયાના માધ્યમથી વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી. ગત તા. ૧૧/૨/૨૦૨૧ના રોજ આહીર સમાજ ની વાડી પાસે રોડ પર આ સખ્સે ધમકી આપી હતી જેને લઈને તેણીએ લાંબો સમય સુધી ચુપ રહ્યા બાદ ગઈ કાલે પોલીસનો સહારો લઇ આરોપી ધવલ સામે ફરિયાદ નોંધાવી છે.

NO COMMENTS