દ્વારકા: હર્ષદના શિવલિંગ ચોરીનો ભેદ ઉકેલાયો

0
1670

દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ ખાતે આવેલા હર્ષદ માતાના મંદિર પાછળના શંકર દાદાના મંદિર નું શિવલિંગ ચોરી થઈ જતા ચકચાર મચી જવા પામી હતી, કોમી વિખવાદ થાય તેવી આ ચોરી અંગેની પોલીસે તપાસ હાથ ધરી હતી અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. આ ચોરી અન્ય જિલ્લાના ચાર શખ્સોએ ત્રણ મહિલાઓના સહારે કરી હોવાનું સામે આવ્યું છે. ચાર આરોપીને પકડી લાવવામાં આવ્યા છે, ચાર પૈકીના એક આરોપીની ભત્રીજીને આવેલ સપનાના આધારે શિવલિંગની ચોરી કરવામાં આવી હોવાનો આરોપીઓએ પોલીસને જવાબ આપ્યો છે પરંતુ આ કેફિયત હકીકત છે કે પછી ચારેય શકશોએ ઉપજાવી કાઢેલ છે તે વાત હાલ પૂરતી અહીં અસ્થાને છે

શિવરાત્રી પૂર્વેના એકદિવસ અગાઉ હર્ષદ માતાના મંદિર પાછળ દરિયાકિનારે આવેલા અતિ પ્રાચીન શિવ મંદિરમાં પ્રવેશી કોઈ અજ્ઞાત શખ્સો થાડા સહિતના શિવલિંગની ચોરી કરી નાસી ગયા હતા. આ બનાવના પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી જોકે શિવલિંગનું થાળું દરિયા કિનારેથી મળી આવ્યું પરંતુ શિવલિંગ નહીં મળતા આ ઘટનાને લઇ કોમી તનાવ ઉભો થાય તેવું વાતાવરણ નિર્માણ પામ્યું હતું દ્વારકા જિલ્લાના એસપી પાંડે સહિત તમામ અધિકારીઓ અને પૂરી ટીમ તપાસમાં જોડાઈ હતી પોલીસે દિવસ રાત તપાસ કરી આ ચોરીનો ભેદ ઉકેલ નાખ્યો છે. દ્વારકા પોલીસે બનાસકાંઠા જિલ્લાના ચાર શખ્સોની ધરપકડ કરી છે આ ચારેય શખ્સોની પૂછપરછ માં ચોરી અંગે નું ગળે નહીં ઉતરતું તારણ સામે આવ્યું છે.થોડા દિવસો પહેલા આરોપી મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણા ની ભત્રીજીને સપનું આવેલ કે, “ દ્વારકા જિલ્લા ના હર્ષિદ્ધિ મંદિર પાસે દરિયા કિનારે આવેલ ભીડભંજન મહાદેવ મંદિરનું શિવલિંગ પોતાના ઘેર લાવી ને સ્થાપના કરશો તો ખૂબ જ પ્રગતિ અને ફાઈદો થશે.”

જેથી આરોપીઓ ૧. વનરાજ ૨. મનોજ ૩. મહેન્દ્ર ૪. જગત અને અન્ય ૩ મહિલાઓ મળીને આ તમામ લોકોએ કાવતરું રચી ૨ વાહનો માં આવી અને  હર્ષદ ખાતે રોકાય અને રેકી કરીને ભીડભંજન મહાદેવ (ગાંધવી ગામ, દરિયાકિનારો, હર્ષદ) ખાતે સ્થાપિત શિવલિંગ પોતાના વતન ગામ જેનો તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા ખાતે લઈ ગયેલ અને પોતાના ઘેર ચોરેલા શિવલિંગ ની સ્થાપના કરી દીધી હતી.પોલીસે સાબરકાંઠાથી ત્રણેયની ધરપકડ કરી શિવલિંગ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.8

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here