જામનગર: દેવભૂમિ દ્વારકા જીલ્લાના યાત્રા ધામ દ્વારકા ખાતે પાર્ક કરાયેલ ત્રણ કારમાંથી રોકડ અને મુદ્દામાલની ચોરીની ફરિયાદો સામે આવી છે. ત્રણ કારને નિશાન બનાવનાર ટોળકી પોલીસના હાથવેતમાં હોવાનું જાણવા મળ્યું છે.
જુનાગઢ ખાતે બિલ્ડીંગ વિભાગમાં નોકરી કરતા ધર્મેન્દ્રભાઈ રાવત પોતાના પરિવાર સાથે ગઈ કાલે દ્વારકા દર્શને આવ્યા હતા. તેઓએ યાત્રાધામ દ્વારકામાં હાથીગેઇટ થી આગળ મંદીર જતા પાર્કીંગમાં જમણી બાજુ તરફ ગઈ કાલે પોતાની કાર પાર્ક કરી હતી. દરમિયાન સાંજે પાંચેક થી આઠેક વાગ્યાની વચ્ચે હાથીગેઇટથી થોડે આગળ રોંગસાઇડમા પાર્કીંગમા પાર્ક કરેલ બંધ બ્લેક કલરની હ્યુન્ડાઇ કંપનીની ક્રેટા કારની ડાબી બાજુના પાછળના દરવાજાનો કાચ કોઈ સાધન વડે તોડી, ગાડીમા રાખેલ એક ટ્રોલી બેગ જેમા કપડાનો સામાન તથા એક સ્કુલ બેગ તેમા પણ કપડા તથા કોસ્મેટીક સામાન તથા બે લગેજ બેગ જેમા ફરીયાદીની પત્નિના આધારકાર્ડ તથા એ.ટી.એમ.કાર્ડ તેમજ કપડા તથા કોસ્મેટીક સામાન તથા એક હેન્ડ જેમાં રોકડા રૂ.૮૦૦૦ તથા એક કીપેઇડ મોબાઇલ ફોન CAUL કંપનીનો જેની કિ.રૂ.૨૦૦૦ જે સ્વીચ ઓફ હતો અને તેમા સીમ કાર્ડ નંબર-૮૧૪૧૬૭૫૭૨૧ નું હતુ, એક સોનાની વીંટી જેની કીં.રૂ.૭૦૦૦ તથા એક સોનાની બુટી જેની કિ.રૂ.૮૦૦૦ તથા એક સ્માર્ટ વોચ જેની કિ.રૂ.૪૦૦૦ તથા ધર્મેન્દ્રભાઈના બહેન ભાવનાબેનના નામે ગાંધીનગર ખાતે કેફે છે તેના બીઝીનેસ પાનકાર્ડ તથા એ.ટી.એમ. કાર્ડ તથા ફરીયાદીની બેનના પર્સનલ આધારકાર્ડ તથા પાનકાર્ડ તેમજ ફરીયાદીના ઘરની તથા તીજોરીની ચાવીઓ હતી તથા એક કેનોન કંપનીના મોડલ ૧૩૦૦D કેમેરા સાથેનું બેગ જેની કિ.રૂ.૨૫૦૦૦ એમ મળી કુલ રૂ.૫૪,૦૦૦નો સમાન ચોરી થયો હતો.
આ ઉપરાંત શીમ્યાબેન ની કીયા ગાડી નં.એમ.એચ.૦૨ એફ.એન.૨૪૩૪ નંબર ની ગાડી માથી બેગ તથા કપડા તથા બે પર્સ તેમા રાખેલ રોકડા રૂપીયા ૪૦,૦૫૦ની ચોરી થવા પામી હતી.
આ ઉપરાંત આકાશભાઇ ની આઇ.૨૦ ગાડી જેના રજી. નં.જી.જે.૦૬ એચ.ડી.૮૫૯૮ માથી કાચ તોડી અંદર થી બે લેડીઝ પર્સ તથા અન્ય આઇ.ડી પ્રુફ તથા રોકડા રૂ.૪૦૦૦/- આશરે ની ચોરી કરી કોઈ સખ્સ નાશી ગયો હતો. આમ ત્રણેય કારના કાચ તોડી કોઈ ટોળકી અંદર થી સરસમાન તથા રોકડા રૂપીયા મળી કુલ મુદામાલ કી.રૂ.૯૮૦૫૦ ચોરી કરી ગઈ હોવાની સંયુક્ત ફરિયાદ સ્થાનિક પોલીસમાં નોંધાઈ છે.