દ્વારકાના ગઢેચી ગામે તાજેતરમાં દ્વારકા એલસીબી દ્વારા પાડવામાં આવેલ જુગાર સબંધિત દરોડામાં એસપીની માનીતી બ્રાન્ચ સામે થયેલા તોડના આક્ષેપોને લઈને ખાતાકીય તપાસના આદેશ આપવામાં હોવાની વિગતો જાણવા મળી છે. જો કે સત્તાવાર રીતે હજુ સુધી તાપસ અંગે ફોડ પાડવામાં આવ્યો નથી.
દ્વારકા તાલુકાના ગઢેચી ગામે છ દિવસ પૂર્વે દ્વારકા એલસીબી પોલીસે દરોડો પાડી જુગાર રમતી મહિલાઓ અને પુરુષો સહિતના શખ્સોને પકડી પડ્યા હતા. પોલીસે આ તમામ શખ્સોના કબ્જામાંથી રોકડ સહિત ૩૪૦૦૦નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન પોણાબે લાખ જેટલી રકમ કબ્જે કરી હતી પરંતુ ફરિયાદમાં માત્ર ૩૪૦૦૦ જ દર્શાવવામાં આવ્યા છે એવો આક્ષેપ જુગાર દરોડા દરમિયાન પકડાયેલ મહિલાએ એલસીબી સામે આક્ષેપો કર્યા હતા. આ સમગ્ર પ્રકરણ અંગે જિલ્લા પોલીસ વડાને રજુઆત કરવામાં આવી હતી. જેના અનુસંધાને જિલ્લા પોલીસ વડાએ એલસીબી સામેના આક્ષેપોને લઈને ખાતાકીય તપાસના આદેશ આપ્યા છે. જો કે જે ડીવાયએસપીને તાપસ સોંપવામાં આવી છે તેઓએ જણાવ્યું હતું કે હજુ મારા સુધી આ આદેશ આવ્યા નથી.
સૂત્રોનું માનવામાં આવે તો ખાતાકીય તપાસના આદેશ આપી દેવાયા છે જો કે સત્તાવાર વિગતો જાણવા મળી નથી.