દ્વારકા : વરવાળા ગામે સુતેલા યુવાનની ક્રૂર હત્યા નીપજાવી આરોપીફરાર, રહસ્યમય બનાવ

0
1228

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુર નજીકના વરવાળા ગામે રાત્રીના મકાનની અગાસી પર સુતેલા એક યુવાનની કરપીણ હત્યા નીપજાવવામાં આવી છે. સુતેલા યુવાનના માથામાં બેલાના પથ્થર ફટકારી હત્યા નીપજાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જો કે હત્યા કઈ કારણે અને કોને કરી છે તે જાહેર થયું નથી પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

દ્વારકા-ઓખા વચ્ચે આવેલ વરવાળા ગામે આજે રાત્રે એક યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ, દ્વારકા તાલુકાના વરવાળા ગામે આજે મોડી રાત્રે અરવિંદ અસવાર નામના યુવાનનો લોહીથી ખરડાયેલ અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈને પોલીસે સ્થળ પર પહોચી સ્થળ પંચનામું કરી મૃતદેહનો કબજો સંભાળ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર યુવાનના માથાના ભાગે બેલાના પથ્થર ફટકારી યુવાનની હત્યા નીપજાવવામાં આવી છે. યુવાનના માથા નજીક પડેલ પથ્થરને આધારે પોલીસે અનુંમાંન લગાવ્યું છે. અજાણ્યા સખ્સો સામે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. ભાડાના મકાનમાં રહેતો યુવાન અગાસી પર સુવા ગયા બાદ સવારે તેનો મૃતદેહ મળી આવ્યો છે. અજાણ્યા હત્યારાઓ અને હત્યાનું કારણ જાણવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મૃતકના મોબાઈલના આધારે તપાસ શરૂ કરી છે.

NO COMMENTS