જામનગર: દેવભૂમિ દ્વારકા જીલ્લાના યાત્રાધામ દ્વારકા નજીક આવેલ જ્યોતીતીર્થ નાગેશ્વર ખાતે પૂજાપાઠ કરતા દંપતીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ગઈ કાલે મંદિર પરિસરમાં અને ઘરે પહોચેલ છ મહિલા સખ્સોએ મંદિર પરિસર ખાલી કરી દેવાની ધમકી આપી હતી.
નાગેશ્વર ખાતે પૂજા પાઠ કરતા બાવાજી દંપતીને તેના જ કુટુંબના સભ્યોએ ધાક ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાવવામાં આવી છે. જેમાં ગઈ કાલે નાગેશ્વર ગામ મહાદેવ મંદિર પરિસરમા રહેતા જોશનાબેન ગીરધરભારથી ગોસ્વામી અને તેના પતિને હેમાબેન હસમુખભારથી ગોસ્વામી રહે મિઠાપુર, દક્ષાબેન અશોકભારથી ઉર્ફે મધુભાઇ ગોસ્વામી રહે ઓખા, મિનાબેન દિનેશભારથી ગોસ્વામી રહે દ્વારકા, અલ્પાબેન પરેશભારથી ગોસ્વામી રહે કેશોદ ગામ, રિધીબેન પ્રશાંતભારથી ગોસ્વામી રહે દ્વારકા, નયનાબેન જગદિશગીરી ગોસ્વામી રહે જામનગર, અશોકભારથી ઉર્ફે મધુભાઇ અર્જુનભારથી ગોસ્વામી રહે ઓખા, હસમુખભારથી લક્ષમણભારથી ગોસ્વામી રહે આરંભડા, પરેશભારથી કેશુભારથી ગોસ્વામી રહે મોટા કેશોદ, અભિષેકભારથી હસમુખભારથી ગોસ્વામી રહે આરંભડા, વિશાલભારથી અશોકભારથી ગોસ્વામી રહે ઓખા , ઋષીભારથી સુરેશભારથી ગોસ્વામી રહે આરંભડા, યોગેશભારથી મનસુખભારથી ગોસ્વામી રહે ઓખા, પ્રશાંતભારથી દિનેશભારથી ગોસ્વામી રહે દ્વારકા અને ધવલભારથી મનસુખભારથી ગોસ્વામી રહે ઓખા વાળા સખ્સોએ આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી નાગેશ્વર મંદિર ખાલી કરી ચાલ્યા જજો નહી તો તમામ સામન બહાર ફેકી દઇશુ એવી ધમકી આપી મંદિર સેવાપુજાનો વારો લાઇ લેવા માટે તમામ આરોપી એ ગે.કા મંડળી રચી ગુનો આચાર્યો હતો. આ બનાવ અંગે પોલીસે તમામ સામે આઈપીસી કલમ ૧૪૩,૪૪૭,૫૦૪.૫૦૬(૨) ૧૧૪ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.